બે આખા વચ્ચે ધીંગાણું થતાં આખી બજાર બંધ થઈ ગઈ

બે આખા વચ્ચે ધીંગાણું થતાં આખી બજાર બંધ થઈ ગઈ

ધર્મ RELIGION
Spread the love



દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ફરી એકવાર શહેરની સોની બજારના મુખ્ય રોડ પર બે આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ જામ્યું હતુ. આખલા યુદ્ધના કારણે બજારમાં ભયનો માહોલ સર્જાયો. વેપારીઓએ પોતાનો જીવ બચાવવા માટે ટપોટપ દુકાનના શટરો પાડી દીધા. રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ડરના કારણે ત્યાં જ રોકાઈ ગયા હતા. દુકાનદારોએ પાણી ફેંકીને આખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યો, જોકે આખલાઓએ લડવાનું ચાલુ જ રાખ્યું. ખંભાળીયામાં આખલાઓના આતંકના કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ ભારે પરેશાન છે. અવારનવાર આવા બનાવો બનવા છતાં તંત્ર કોઈ નક્કર પગલાં ન ભરતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *