દ્વારકામાં એક પરિવાર બાઈક સાથે વર્તુ નદીમાં ખાબક્યો હતો. ભારે વરસાદના કારણ ભાણવડથી નવાગામને જોડતો કોઝવે વર્તુ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પરથી પાણી જતું હોવા છતા એક બાઈક ચાલકે જીવ જોખમમાં મુકી રસ્તો પસાર કરવાનો પ્રયાસ કર્યો. બાઈક પર મહિલા અને બાળક પણ હતા. જોકે બાઈક ચાલકને આ સાહસ કરવું ભારે પડી ગયું. પાણી સામે બાઈક ન ટકી અને સીધા નદીમાં ખાબકી હતી. જો કે સ્થાનિક લોકોએ સમયસૂચકતા અને હિંમત દાખવીને તાત્કાલિક પરિવારને બચાવવા માટે કામગીરી હાથ ધરી. જીવના જોખમે સ્થાનિક યુવાનોએ નદીમાં ઉતરીને તણાઈ રહેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Source link
