દ્વારકા અને કચ્છમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું, સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનતાએ મહત્વનો નિર્ણય લીધો

દ્વારકા અને કચ્છમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું, સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનતાએ મહત્વનો નિર્ણય લીધો

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતી સર્જાઈ છે. જેમા આજે ગુજરાતની સરહદે આવેલા કચ્છ અને દ્વારકા જિલ્લામાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું હતું. જેમા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જનતા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દ્વારકા અને કચ્છમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યુંદ્વારકા અને કચ્છમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું
દ્વારકા અને કચ્છમાં લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું

દ્વારકા: ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતી વણસી છે. ગતરોજ પણ સિઝફાયરનું પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેથી આજે ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષાના ભાગ રૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. આજે દ્વારકા અને અને કચ્છમાં સંપૂર્ણ પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. જેમા દ્વારકામાં તો સાંજના 7 વાગ્યા બાદ દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ કચ્છમાં તો લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું હતું.

દ્વારકાધીશ મંદિરમાં આજે આરતી પૂજારી દ્વારા નિત્યક્રમ પ્રમાણે કરવામાં આવી હતી. મંદિરમાં આજે સાંજના સમયે લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. સાથેજ જિલ્લામાં લોકોને સ્વયંભૂ લાઈટો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. દરિયાઈ સીમા સાથે જોડાયેલા દ્વારકા જિલ્લામાં કિનારાઓ પાસે આવેલા ગામડાઓમાં ખાસ કરીને બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને દ્વારકામાં કલેક્ટર દ્વારા બ્લેકઆઉટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમા જિલ્લામાં મીઠાપુર, ઓખા, બેટ દ્વારકા અને ખંભાળિયા સહિતના શહેરમાં બ્લેકઆઉટની અસર જોવા મળી હતી. સાથેજ ખંભાળિયા શહેરમાં પોલીસ અને પ્રાંત અધિકારી દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કચ્છમાં પણ અનેક વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ રીતે બ્લેકઆઉટ કર્યું હતું. જેમા સાવચેતી રૂપે લોકોએ લાઈટો બંધ રાખી હતી. કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાઈ નથી. તંત્ર એજન્સીઓ સાથે સંપર્કમાં છે અને જરૂર પડે ત્યારે તંત્રજ સજ્જ છે. આપને જણાવી દઈએ કે ભુજ સહિત અનેક વિસ્તારોમાં લોકોએ લાઈટો બંધ રાખીને સમજદારી દર્શાવી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *