‘સરકાર’ ચાંદી, કોપર અને ઝિંકને પ્રાથમિકતા આપી રહી છે, કારણ કે તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ્સ, ઇલેક્ટ્રિક વાહનો, પાવર અને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રોમાં ઝડપથી વધી રહ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝિંક ઉત્પાદનમાં ભારત પહેલેથી જ એક મોટું ઉત્પાદક છે અને તેમાં ક્ષમતા વધારી શકાય છે. કોપર માઇનિંગને પણ ખોલવાની યોજના છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો ભાગ આયાત પર નિર્ભર છે. આ નીતિ હેઠળ ખાનગી કંપનીઓને ચાંદી સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં વધુ માઇનિંગ લીઝ આપવામાં આવી શકે છે.
