Maatrabhumi Music Launch: ‘બેટલ ઓફ ગલવાન’ નું ફર્સ્ટ સોન્ગ ‘માતૃભૂમિ’ રિલીઝ, દેશભક્તિમાં લીન થયેલો જોવા મળ્યો સલમાન ખાન

Maatrabhumi Music Launch: ‘બેટલ ઓફ ગલવાન’ નું ફર્સ્ટ સોન્ગ ‘માતૃભૂમિ’ રિલીઝ, દેશભક્તિમાં લીન થયેલો જોવા મળ્યો સલમાન ખાન

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નાં નિર્માતાઓએ ગણતંત્ર દિવસનાં બે દિવસ પહેલાં એટલે કે 24 જાન્યુઆરીનાં રોજ ફર્સ્ટ સોન્ગ રિલીઝ કર્યું છે. આ ગીત અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને માસ્ટર મણિ ધર્મકોટે ગાયું છે.

Image Source: YOUTUBESALMAN KHAN FILMS MUSIC
Picture Supply: YOUTUBESALMAN KHAN FILMS MUSIC

સલમાન ખાન એની અપકમિંગ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં મેકર્સે ટીઝર રિલીઝ કર્યું હતું, જેમાં સલમાન ખાન દમદાર અંદાજમાં જોવા મળ્યો હતો. ફિલ્મનું પહેલું ગીત માતૃભૂમિ રિલીઝ થઈ ગયું છે જેમાં દેશભક્તિ, પ્રેમ અને બલિદાનનો ભાવ જોવા મળી રહ્યો છે. માતૃભૂમિ વોર ડ્રામા ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ છે જે અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને માસ્ટર મણિ ધર્મકોટે ગાયું છે. આ સોન્ગનું મ્યુઝિક હિમેશ રેશમિયાએ આપ્યું છે. ગીતમાં સલમાન ખાન એનાં પરિવાર સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ અને પ્રેમની ભાવના બતાવતો જોવા મળી રહ્યો છે.

છવાઈ ગયો સલમાન ખાન

માતૃભૂમિમાં સલમાન ખાન એક સેનાનાં રૂપમાં જોવા મળી રહ્યો છે. આ સાથે ગીતમાં ચિત્રાગંદા સિંહ પણ જોવા મળી રહી છે. ગીતની કેમેસ્ટ્રી ખૂબ નેચરલ લાગી રહી છે અને બન્નેની સાથે બે નાના બાળકો પણ જોવા મળે છે. આ ગીતમાં એક બાજુ પરિવારનાં લોકો રાહતનો શ્વાસ લે છે તો બીજી બાજુ ગલવાનના જંગનો ઇન્ટેન્સ સીન પણ જોવા મળી રહ્યો છે. હિમેશ રેશમિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું તેમજ અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલનાં અવાજે માતૃભૂમિની કહાનીને ઊંડાઈથી દર્શાવી છે. આ સોન્ગનાં શબ્દો બોલ અમીર અંજાને લખ્યાં છે.

ફેન્સને ખૂબ પસંદ પડ્યું આ સોન્ગ

માતૃભૂમિ સોન્ગ રિલીઝ થતાની સાથે જ ફેન્સને ગમી ગયું છે. આ સોન્ગ પર ફેન્સ રિએક્શન આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે ભાઈજાન પાછા આવી ગયા છે જ્યારે બીજાએ લખ્યું છે કે અરિજિત, શ્રેયા+ સલમાન ભાઈ= બ્લોકબસ્ટર! આમ, યુઝર્સે જાતજાતની પોઝિટિવ વાઇબ્સમાં કોમેન્ટ્સ કરી છે.

બેટલ ઓફ ગલવાનની રિલીઝ ડેટ

આમ, તમને જણાવી દઈએ કે બેટલ ઓફ ગલવાન 2020 માં ગલવાન ઘાટીમાં થયેલાં સંઘર્ષની કહાની છે જ્યાં ગલવાન ક્ષેત્રમાં 200 ભારતીય સૈનિકોની બહાદુરીથી 120 ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. આ ફિલ્મ 17 એપ્રિલ 2026 ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.  અપૂર્વ લાખિયાના ડાયરેક્શનમાં બનેલી ‘બેટલ ઓફ ગલવાન’ અસલી ઘટનાઓથી પ્રેરિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાગંદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *