દ્રશ્યમાં જોવા મળી રહેલો આ શખ્સ દેશનો દુશ્મન નીકળ્યો. પાકિસ્તાનની કથિત યુવતીની વાતોમાં આવીને તેણે કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન પહોંચાડી દીધી. ભારતની થાળીમાં ખાઈને તેમાં જ કાણું પાડ્યું. ભારતમાં રહીને પાકિસ્તાન માટે જાસૂસી કરનારા આ શખ્સનું નામ દિપેશ ગોહિલ છે. જે પાકિસ્તાનની કથિત યુવતી સાહિમા સાથે સોશ્યલ મીડિયા મારફતે છેલ્લા 7 મહિનાથી સંપર્કમાં હોવાનો ખુલાયો થયો છે. પહેલાં ફેસબુક પર મિત્રતા થઈ અને બાદમાં વોટ્સએપ પર વાર્તાલાપ થયો. આ દરમિયાન દિપેશે કોસ્ટગાર્ડના જહાજોના નામ તથા તેની રોજિંદી હલચલની માહિતી પાકિસ્તાન સ્થિત સાહિમાને પહોંચાડી. દાવા પ્રમાણે સાહિમા પાકિસ્તાન નેવીમાં કામ કરે છે. કોસ્ટગાર્ડની માહિતી કઢાવવા માટે સાહિમા દિપેશને દરરોજના 200 રૂપિયા આપતી હતી. છેલ્લા 7 મહિનામાં આ રીતે તેણે 42 હજાર રૂપિયા મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરનારા દિપેશને દબોચીને તપાસ શરૂ કરાઈ છે. દિપેશ ઓખામાં જેટી નજીક એક ખાનગી કંપનીમાં છેલ્લા 3 વર્ષથી કામ કરતો હતો.
Source link
