નવા iPhone માં બમ્પર ડિસ્કાઉન્ટ, એક ઝાટકે 25 હજાર રૂપિયા ઓછી થઈ ગઈ કિંમત; જાણો ડીલ

નવા iPhone માં બમ્પર ડિસ્કાઉન્ટ, એક ઝાટકે 25 હજાર રૂપિયા ઓછી થઈ ગઈ કિંમત; જાણો ડીલ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

એપલનો નવો લોન્ચ થયેલો iPhone Air તમે સસ્તામાં ખરીદી શકો છો. એપલનો આ પ્રીમિયમ આઇફોન લોન્ચ પ્રાઇસ કરતા 25 હજાર રૂપિયા સસ્તામાં ખરીદી શકો છો. તો જાણો આ ડીલ વિશે વધુમાં.

આ ડીલમાં તમને ફાયદો થઇ શકે છે.
આ ડીલમાં તમને ફાયદો થઇ શકે છે.

iPhone Air ની કિંમતમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલો આ આઇફોન લોન્ચ પ્રાઇસ કરતા હજારો રૂપિયા સસ્તામાં મળી રહ્યો છે. આ સિવાય આઇફોનની ખરીદી પર બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળી રહ્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર શરૂ થયેલા બિગ બચત સેલમાં એપલનો આ આઇફોન તમે સસ્તામાં ખરીદી શકો છો. આમ, તમે નવો લેવાનું પ્લાનિંગ કરો છો તો આ તમારા માટે સારી ડીલ સાબિત થઈ શકે છે.

iPhone Air ની પ્રાઇસ કટ

એપલે iPhone Air ને 1,19,900 રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યો હતો. ફ્લિપકાર્ટ પર આ આઇફોન હાલમાં તમે 99,900 રૂપિયાની કિંમતમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. ફોનની કિંમતમાં 20,000 રૂપિયાની બમ્પર પ્રાઇસ કટ કરવામાં આવી છે. આ સિવાય આઇફોનની ખરીદી પર 4,000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ અને 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આમ, આ રીતે iPhone Air ને 25,000 રૂપિયા સુધીમાં સસ્તામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર આ સેલ 1 થી 5 ફેબ્રુઆરી સુધી છે.

iPhone Air નાં ફીચર્સ

એપલનો આ પાતળો આઇફોન 6.5 ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લેની સાથે આવે છે, જેમાં OLED પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે 120Hz હાઇ રિફ્રેશ રેટ અને 3000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. એપલે iPhone Air ને eSIM ઓનલી હેન્ડસેટ પર પેશ કર્યો છે. આ સિવાય આમાં USB Sort C વાયર્ડ ચાર્જિંગ ફીચર આપવામાં આવ્યું છે.

આ આઇફોન 5.6mm પાતળો છે અને આમાં 80% ટાઇટેનિયમ બોડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં 3nm પ્રોસેસિંગ ટેક્નોલોજીની A19 Professional Bionic ચિપસેટ આપવામાં આવી છે, જે 6 કોર CPU, 6 કોર GPU અને 16 કોર ન્યૂરલ એન્જિન પર કામ કરે છે. કંપનીએ આમાં AI  માટે ડેડિકેટેડ N1 ચિપ યુઝ કરી છે.

આ ફોનનાં બેકમાં 48MP નો કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં સેન્સર શિફ્ટ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇઝેશન ફીચર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આમાં 18MP નો સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરા આપ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *