દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે શ્રવણી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજાધિરાજના દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ દ્વારકા આવી પહોંચ્યા હતા. તો કેટલાક શ્રદ્ધાળુઓએ આજે પૂર્ણિમા નિમિત્તે ગોમતીજીમાં સ્નાન કરીને ધન્યતા મેળવી હતી. મંદિર પરિસરના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે મંદિર પરિસરની બહાર મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે લાઈન લગાવી છે.
Source link
