દિલ્હી કે મુંબઈ નહીં, આ શહેરમાં સૌથી વધારે થાય છે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ

દિલ્હી કે મુંબઈ નહીં, આ શહેરમાં સૌથી વધારે થાય છે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Electrical Automobile: કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્મેન્ટ એન્ડ વોટર (CEEW)ની નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 2024-25ના વર્ષમાં કયા શહેરો અને રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનોનો સૌથી વધુ ઉપયોગ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં ટોપ પર દેશના બે મોટા શહેરો દિલ્હી અને મુંબઈ નથી.

ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ
ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ

નવી દિલ્હીઃ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)નો ઉપયોગ હવે ઝડપથી વધી રહ્યો છે. ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરના વેચાણમાં ઘણો વધારો થયો છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્મેન્ટ એન્ડ વોટર (CEEW)ની નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 2024-25ના વર્ષમાં કયા શહેરો અને રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનોનો સૌથી વધુ ઉપયોગ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં ટોપ પર દેશના બે મોટા શહેરો દિલ્હી અને મુંબઈ નથી.

કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્મેન્ટ એન્ડ વોટર (CEEW)ના રિપોર્ટ મુજબ, આ યાદીમાં પહેલું નામ ચંડીગઢનું છે. વર્ષ 2024-25માં ચંડીગઢમાં ઈલેક્ટ્રિક વ્હીકલની હિસ્સેદારી 12.1% છે. આ દેશમાં સૌથી વધારે છે. આ યાદીમાં બીજા નંબરે ગોવાનું નામ છે, જ્યાં ઈ-વ્હીકલની હિસ્સેદારી 11.9% નોંધાઈ છે. રાજધાની દિલ્હીમાં ઈ-વ્હીકલની 11.6% હિસ્સેદારી છે, જે આ યાદીમાં ત્રીજા નંબરે છે.

દિલ્હીમાં વધ્યો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ

રાજધાની દિલ્હીએ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગમાં દેશના ટોપ ત્રણ શહેરોમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2024-25 દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરખામણીમાં દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2024-25માં દિલ્હીમાં કુલ 83,423 ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા છે. આ સંખ્યાની દૃષ્ટિએ આ આંકડો દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ છે.

દિલ્હીએ અહીં બાજી મારી

ઇલેક્ટ્રિક વાહનોના અપનાવવા મામલે દિલ્હીનું સ્થાન ભલે ત્રીજું હોય, પરંતુ એક ખાસ બાબતમાં દિલ્હી ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. દિલ્હીમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક બસો ચાલે છે. એક સ્ટડી મુજબ દેશની રાજધાનીમાં લગભગ 40 ટકા બસો ઇલેક્ટ્રિક છે, જે દેશના કોઈપણ અન્ય શહેરની તુલનામાં સૌથી વધુ છે. ઇલેક્ટ્રિક બસોએ શહેરના પરિવર્તનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

રાષ્ટ્રીય સ્તરે શું સ્થિતિ છે?

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સ્તરે ઇલેક્ટ્રિક વાહનોનો સરેરાશ હિસ્સો 7.49% રહ્યો છે. જોકે અલગ-અલગ રાજ્યોમાં આ હિસ્સો અલગ-અલગ છે. સ્થાનિક સ્તરે ચાલતી પ્રોત્સાહન સ્કીમો, પોલિસી ટાર્ગેટ અને સરકારી પહેલની ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. આનાથી એ પણ સમજાય છે કે કોઈ રાજ્ય કે શહેરમાં કુલ વાહનોની સામે ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કેટલો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *