દર વર્ષે 50-50 હજાર પ્રીમિયમ ભર્યું, માતા બીમાર થઈ તો વીમા કંપનીએ હાથ ઊંચા કરી લીધા!

દર વર્ષે 50-50 હજાર પ્રીમિયમ ભર્યું, માતા બીમાર થઈ તો વીમા કંપનીએ હાથ ઊંચા કરી લીધા!

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

Viral Video Information: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે વીમા પોલિસીધારકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વીડિયોમાં એક દીકરો પોતાની માતાનો હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઇમ રિજેક્ટ થવાની વેદના વ્યક્ત કરી રહ્યો છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની પોલ ખુલી!
હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીની પોલ ખુલી!

Viral Video Information: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે વીમા પોલિસીધારકોને ચિંતામાં મૂકી દીધા છે. આ વીડિયોમાં એક દીકરો પોતાની માતાનો હેલ્થ ઈન્શ્યોરન્સ (Well being Insurance coverage) ક્લેઇમ રિજેક્ટ થવાની વેદના વ્યક્ત કરી રહ્યો છે. તેણે વર્ષો સુધી વાર્ષિક લગભગ 50,000 રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું, પરંતુ જ્યારે માતાને ગંભીર બીમારી થઈ, તો વીમા કંપનીએ હાથ ઉચા કરી દીધા.

વીડિયોમાં તેણે લખનઉમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સની ઓફિસમાં જઈને અનુભવ કરેલી મુશ્કેલીઓ વર્ણવી છે. તેણે કહ્યું કે, કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી અને આખરે ક્લેઇમ રિજેક્ટ કરી દેવામાં આવ્યો. સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે એક એજન્ટે તેમને કહ્યું કે, “તમે પોલિસી અમને પૂછીને લીધી હતી?”

વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હેલ્થ ઈન્શ્યોરન્સને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીડિયો વાયરલ થતાં જ એક્સ પર યુઝર્સની ઉપરા ઉપરી કોમેન્ટ્સ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું કે વીમા કંપનીઓનું “માત્ર એક જ કામ છે – લોકો પાસે પૈસા જમા કરાવવા, અને તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે.” બીજા યુઝરે સરકારી અધિકારીઓને ટેગ કરીને હસ્તક્ષેપની માંગ કરી.

એક અન્ય યુઝરે કહ્યું કે, “હું 8 વર્ષથી લગભગ 80,000 રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ભરી રહ્યો છું, આ વીડિયો જોયા બાદ મારા મનમાં પણ વિચાર આવે છે કે શું મારે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે?”

શું હેલ્થ ઈન્શ્યોરન્સ ખરેખર સુરક્ષા આપે છે?

આ વાયરલ પોસ્ટે એક મોટો સવાલ ઉભો કર્યો છે કે, શું આરોગ્ય વીમો (Well being Insurance coverage) ખરેખર સુરક્ષા આપે છે, કે તે માત્ર કાગળ પર લખાયેલી પોલિસી બનીને રહી જાય છે? યુઝર્સનો ગુસ્સો, અવિશ્વાસ અને ભય સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ ઘટના સમાજમાં વીમા કંપનીઓની પારદર્શિતા અને જવાબદારી પર ચર્ચાને વેગ આપી રહી છે. (નોંધઃ આ વાયરલ વીડિયોની ન્યૂઝ18 ગુજરાતી પુષ્ટી કરતું નથી.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *