ત્યાં ગયા તો મરશો: અમેરિકાએ પોતાના નાગરિકોને પાકિસ્તાનમાં જવાની ના પાડી દીધી, ડગલેને પગલે ખતરો ગણાવ્યો

ત્યાં ગયા તો મરશો: અમેરિકાએ પોતાના નાગરિકોને પાકિસ્તાનમાં જવાની ના પાડી દીધી, ડગલેને પગલે ખતરો ગણાવ્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અમેરિકાએ પાકિસ્તાનને ‘Degree 3: Rethink Journey’ કેટેગરીમાં નાખ્યું છે. તેનો સીધો મતલબ છે કે જો ખૂબ જરૂરી ન હોય તો આ દેશમાં ન જાવ.

News18
News18

વોશિંગ્ટન: પાકિસ્તાનને ટ્રમ્પ ભલે દુનિયાની સામે લાડ કરાવતા હોય, પણ આ દેશમાં ફેલાયેલા આતંકવાદની સચ્ચાઈ કોઈનાથી છુપાયેલી નથી. ખુદ અમેરિકા પણ પોતાના નાગરિકોને લઈને ગભરાયેલું રહે છે. હાલમાં જ અમેરિકી વિદેશ વિભાગે પાકિસ્તાન માટે એક ટ્રાવેલ વોર્નિંગ જાહેર કરી છે અને પાકિસ્તાનને લેવલ 3ની કેટેગરીમાં નાખી દીધું છે. જેમાં પોતાના નાગરિકોને એવી ચેતવણી આપી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના ખૂણે ખૂણે આતંકવાદીઓ ભર્યા છે અને પાકિસ્તાનની હાલત એક સળગતા દારૂગોળાના ઢગલા જેવી થઈ ચૂકી છે.

પાકિસ્તાનમાં ડગલેને પગલે ખતરો

અમેરિકાએ પાકિસ્તાનને ‘Degree 3: Rethink Journey’ કેટેગરીમાં નાખ્યું છે. તેનો સીધો મતલબ છે કે જો ખૂબ જરૂરી ન હોય તો આ દેશમાં ન જાવ. વોશિંગ્ટનના આ રિપોર્ટમાં જે કિડનેપિંગ અને ટેરરિઝમનો ઉલ્લેખ કર્યો છે. અમેરિકાએ પોતાના નાગરિકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં આતંકી હુમલા હવે કોઈ પણ વોર્નિંગ વિના થઈ રહ્યા છે.

આ વોર્નિંગમાં ચેતવણી આપી છે કે પાકિસ્તાનમાં ખાલી સરકારી ઓફિસ જ નહીં પણ હોટલ, શોપિંગ મોલ, સ્કૂલ, હોસ્પિટલ અને ત્યાં સુધી કે મસ્જિદો પણ આતંકીઓના ટાર્ગેટ પર છે. તમે કોઈ પણ બજારમાં શોપિંગ કરી રહ્યા હોવ અથવા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ, મોત કોઈ પણ રૂપે સામે આવી શકે છે.

પાકિસ્તાનમાં આ જગ્યા પર મોટો ખતરો

અમેરિકાએ પાકિસ્તાનના અમુક ભાગ, જેમ કે બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા માટે ‘Degree 4: Do Not Journey’ની ચેતવણી આપી છે. આ અમેરિકાનું સૌથી ઊંચી અને ખતરનાક ચેતવણી સ્તર છે. આ વિસ્તારમાં વિદેશીઓને કિડનેપ કરવા એક કમાણીનું સાધન બની ગયું છે.

અમેરિકાએ સ્પષ્ટ કહ્યું કે જો આપ લેવલ 4 વાળા વિસ્તારમાં જાવ છો તો અમેરિકી સરકાર પણ આપને બચાવવા માટે હાથ ઊંચા કરી દેશે. અહીં ક્યારે કોની હત્યા થઈ જાય, કોઈને નથી ખબર.

અમેરિકાએ સ્વીકાર્યું પાકિસ્તાનમાં તાનાશાહી

અમેરિકાએ માન્યું છે કે પાકિસ્તાનમાં હવે ખાલી બોમ્બ ધમાકાનો જ ડર નથી, પણ અહીંની તાનાશાહી પણ ચરમ પર છે. અમેરિકી એડવાઈઝરીમાં એક ખૂબ જ ચોંકાવનારી વાત કહેવાઈ છે કે જો તમે ફેસબુક, ટ્વિટર અથવા ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાની સેના અથવા સરકારની ટીકા કરો છો તો આપની તરત ધરપકડ થઈ જશે.

વોર્નિંગમાં એવું પણ કહેવાયું છે કે પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકો પણ સાવધાન રહે. સ્થાનિક કાયદા આપને વિરોધ કરતા રોકે છે અને સોશિયલ મીડિયા પર તમારી એક ખોટી પોસ્ટ આપને અદિયાલા જેલની આ કાળ કોઠરીમાં પહોંચાડી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *