વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એક ઊંટ રસ્તા પર પીડાથી કણસતો હતો, ત્યારે રાહદારીઓ તેની વ્હારે આવ્યા. કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી નજીક ઊંટનું રેસ્ક્યૂ કરાયું. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક પાણીના વાલ્વના ખુલ્લા ભાગમાં ફસાઈ ગયો, જેના કારણે ઊંટ મુખ્ય માર્ગ પર પડી ગયું અને પીડાના કારણે બૂમો પાડવા લાગ્યું. ઊંટને તકલીફમાં જોઈને આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો તરત જ મદદ માટે દોડી આવ્યા. લગભગ અડધા કલાકના પ્રયાસો બાદ મહામુસીબતે ઊંટનો પગ બહાર કાઢવામાં સફળતા મળી અને તેને સલામત રીતે તેને ઊભું કરાયું. રેસ્ક્યૂ થતા જ ઊંટ ચાલવા લાગ્યું હતું.
Source link
