જો તમે સસ્તા ભાવે નવું LED ટીવી શોધી રહ્યા છો તો અમે તમને ત્રણ શ્રેષ્ઠ વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ. આ ટીવીની કિંમત 7,500 રુપિયાથી ઓછી છે. ઓફરમાં તમે કિંમતમાં વધુ ઘટાડો કરી શકો છે. આ ટીવી પર એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે એક્સચેન્જ ઓફર દ્વારા તમને મળતું વધારાનું ડિસ્કાઉન્ટ તમારી જૂની ટીવીની કંડિશન, બ્રાન્ડ અને કંપનીની એક્સચેન્જ પોલિસી પર નિર્ભર કરશે. ચાલો આ ટીવી વિશે વધુ જાણીએ.
Coocaa S4U Plus 80 cm (32 inch) HD Prepared LED Good Coolita TV 2025
આ ટીવી ફ્લિપકાર્ટ પર 7,299 રુપિયાની કિંમત સાથે સૂચિબદ્ધ છે. ટીવી પર 5% કેશબેક ઉપલબ્ધ છે. એક્સચેન્જ ઓફરમાં આ ટીવીને તમે 2,000 સુધી વધુ સસ્તી ખરીદી શકો છો. ફિચર્સની વાત કરીએ તો આ ટીવીમાં 60Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે સાથે નૈરો ફ્રેમ ડિઝાઇન મળશે. દમદાર સાઉન્ડ માટે ટીવીમાં ડોલ્બી ઑડિયો આપવામાં આવ્યો છે.
KODAK Particular Version 80 cm (32 inch) HD Prepared LED
આ ટીવીની કિંમત ફ્લિપકાર્ટ પર 7,499 રુપિયા છે. ટીવી પર 5% કેશબેક ઉપલબ્ધ છે. તમે આ ટીવી 2,000 રુપિયાના કેશબેક સાથે પણ ખરીદી શકો છો. ટીવીના ફિચર્સ વિશે વાત કરીએ તો તે બેઝલ-લેસ ડિઝાઇન સાથે આવે છે. તમને 60Hz રિફ્રેશ રેટ વાળો ડિસ્પ્લે મળશે. ટીવી ક્વોડ-કોર પ્રોસેસર પર કામ કરે છે. તમને 30W સાઉન્ડ આઉટપુટ મળશે.
આ પણ વાંચો – OnePlus Turbo ની પ્રી બુકિંગ શરુ, 9000mAh ની મોટી બેટરી, 13 રુપિયામાં કરી શકો છો પ્રી-ઓર્ડર
Foxsky 80 cm (32 inch) HD Prepared LED Good Android TV (32 FSELS PRO)
તમે આ ટીવી 7499 રુપિયામાં ખરીદી શકો છો. આ ટીવી ઉપર પણ 5% કેશબેક અને 2000 રુપિયા સુધીનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. ફીચર્સ ની વાત કરીએ તો આ ટીવી ફ્રેમલેસ ડિઝાઇન સાથે પણ આવે છે. તમને તેમાં 30 વોટ સરાઉન્ડ સાઉન્ડ મળશે. કંપની બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ પણ ઓફર કરે છે.
