સીદસરા ગામ નજીક ગેસ સિલેન્ડરમાં અચાનક બ્લાસ્ટ થયો. રહેણાંક ઝૂંપડામાં રહેલ ગેસ સિલિન્ડર ફાટતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ઝૂંપડા સહિત ઘર વખરી પણ બળીને ખાખ થઈ ગયા હતા. તો બાજુમાં રહેલી એક છકડો રિક્ષા પણ આગની ઝપેટમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે અચાનક ભભૂકી ઉઠેલી આગને પગલે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી, જો કે ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવતા આગ પર કાબૂ મેળવ્યો હતો જેથી સદનસીબે જાનહાની ટળી હતી.
Source link
