ચમત્કારી હનુમાનજી! જ્યાં મનોકામના થાય છે પૂર્ણ, રોજ ઉમટે છે ભક્તોની ભીડ

ચમત્કારી હનુમાનજી! જ્યાં મનોકામના થાય છે પૂર્ણ, રોજ ઉમટે છે ભક્તોની ભીડ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ભાવનગર જિલ્લાના જેસર–સાવરકુંડલા રોડ પર આવેલું શ્રી લટુરિયા હનુમાનજી આશ્રમ આજે ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર બની ગયું છે. કુદરતી સૌંદર્ય વચ્ચે સ્થિત આ આશ્રમમાં રોજ સેંકડો ભક્તો દર્શન કરવા આવે છે. ભજન, ભોજન, સત્સંગ અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલો આ આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ માનવસેવાનું પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે.

+

ભાવનગર

ભાવનગર જિલ્લાનું પ્રસિધ્ધ હનુમાનજીનું મંદિર

ભાવનગર: ભાવનગર જિલ્લામાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે. આ અનેક મંદિરો, આશ્રમો અને પૌરાણિક સ્થળો અને ધાર્મિક સ્થળો સાથે લાખો લોકોની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે. વર્ષભર ભક્તો આ પવિત્ર સ્થાનોની મુલાકાત લઈ આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભાવનગર જિલ્લામાં અનેક સંતો અને મહાત્માઓના આશ્રમો પણ આવેલા છે, જ્યાં નિયમિત સત્સંગ, ભજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ યોજાય છે. આ ઉપરાંત કેટલાક આશ્રમો દ્વારા ભક્તિની સાથે સાથે અનેક પ્રકારની સેવાની કામગીરીઓ પણ કરવામાં આવતી હોય છે.

ભાવનગર જિલ્લાના જેસરથી સાવરકુંડલા રોડ પર શ્રી લટુરિયા હનુમાનજી આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં હનુમાનજીનું મંદિર આવેલું છે જેની સ્થાપના જમનાદાસ બાપુ દ્વારા કરવામાં આવી છે. હાલ અહીંયા રોજના માટે અનેક લોકો પોતાની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા લઈને દર્શન કરવા માટે આવતા હોય છે. અનેક લોકોની મનોકામના પણ પૂર્ણ થતી હોય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે રોડ ઉપર આ આશ્રમ આવેલો છે. આશ્રમમાં ભજન, ભોજન, કીર્તનની સાથે સાથે આરોગ્યલક્ષી પણ સેવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે.

અહીંના મહંત જસુબાપુએ જણાવ્યું છે કે જેસર અને સાવરકુંડલા રોડ વચ્ચે લટુરિયા હનુમાનજી આશ્રમ આવેલું છે. આ આશ્રમમાં મારા ગુરુ જમનાદાસ બાપુએ હનુમાનજીની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં ભજન, ભોજન અને સત્સંગ થઈ રહ્યા છે. આ હનુમાનજી અનેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા અનેક લોકોનો વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે. ભક્તિની સાથે સાથે અહીંયા આરોગ્ય ક્ષેત્રે પણ અનેક સેવાઓ કરવામાં આવી રહી છે જેથી અનેક લોકો અહીંયા દર્શન કરવા માટે રોજબરોજ આવતા હોય છે.

આ પણ વાંચો: અહીં મળે છે હોટલ જેવું ફર્નિચર, તે પણ અડધા ભાવમાં, લોકો દૂર દૂરથી આવે છે ખરીદી કરવા

આ અંગે અહીંયા સેવા આપતા પરેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, આ લટુરિયા હનુમાનજી આશ્રમ જેસર અને સાવરકુંડલાની વચ્ચે હિપાવલી ગામે આવેલું છે. આ લટુરિયા હનુમાનજીની સ્થાપના જમનાદાસ બાપુએ કરી હતી. અંદાજિત 30 થી 35 વર્ષ પહેલાં આ સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા હાલ મહંત તરીકે જશુ બાપુ સેવા આપી રહ્યા છે. આ હનુમાનજી ખૂબ જ મનોકામના પૂર્ણ કરનાર છે. અહીંયા અનેક લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે. રોજના માટે અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં આ ભક્તિની સાથે સાથે આરોગ્ય માટે પણ અનેક સેવાઓ કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *