ઘરમાંથી ઉંદરો ભગાડવા માટેના 3 સસ્તા ઉપાય, માર્યા વિના આ રીતે ભગાડો

ઘરમાંથી ઉંદરો ભગાડવા માટેના 3 સસ્તા ઉપાય, માર્યા વિના આ રીતે ભગાડો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Pure Treatments to Take away Rats From Residence : મોટાભાગના ઘરોમાં ઉંદરોની પરેશાની હોય છે. ઉંદરો ઘરમાં સામનાને તો નુકસાન પહોંચાડે જ છે, આ સિવાય તે ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. બજારમાં ઉંદરોને ભગાડવા માટે ઘણા પ્રકારના ઉત્પાદનો છે, જેનો ઉપયોગ કરીને ઘણી વખત ઉંદરો મરી જાય છે.

ઉંદરોને માર્યા વિના કેવી રીતે ભગાડવા?

તમે ઉંદરોને માર્યા વિના પણ સરળતાથી ભગાડી શકો છો. અમે અહીં તમારા માટે ઉંદરોને ભગાડવા માટેનો સૌથી સસ્તો ઉપાય લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે ઉંદરોને માર્યા વગર પણ સરળતાથી ભગાડી શકો છો. આમ બહું ખર્ચ પણ થતો નથી.

બેકિંગ સોડાનો ઉપયોગ કરો

બેકિંગ સોડા ઉંદરોને માર્યા વગર ભગાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. ઉંદરો બેકિંગ સોડા ખાધા પછી ખૂબ જ અસ્વસ્થતા અનુભવે છે. આવી સ્થિતિમાં ઉંદરો તેને ખાધા પછી ઘરની બહાર નીકળી જાય છે. તમે તેને લોટમાં ભેળવીને ઉંદરોના રસ્તા પર મૂકી શકો છો.

ફુદીનાના તેલનો ઉપયોગ કરો

તમે ફુદીનાના તેલથી પણ ઉંદરોને સરળતાથી દૂર કરી શકો છો. ઉંદરો તેની તીવ્ર ગંધથી દૂર ભાગી જાય છે. ફુદીનાના તેલનો ઉપયોગ કરવા માટે તેના ત્રણથી ચાર ટીપાં રૂ પર મૂકો અને તેને જ્યાં ઉંદરો આવતા જતા હોય તે રસ્તા પર મૂકો. થોડા દિવસોમાં તમને પરિણામ જોવા મળશે.

લસણનો કરો ઉપયોગ 

ઉંદરોને ભગાડવા માટે તમે લસણનો ઉપયોગ કરી શકો છો. ઉંદરોને લસણની વાસ પસંદ નથી. આ કિસ્સામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે લસણની થોડી કળી લો અને તેને પીસીને દ્વાવણ બનાવી લો. આ દ્રાવણને સ્પ્રે બોટલમાં મૂકો અને તેને એવી જગ્યાએ છંટકાવ કરો જ્યાં વધુ ઉંદરો આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *