ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

ગુજરાતમાં શાળાઓ ખૂલતા જ સ્કૂલ ઓટો રીક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો ઝીંકાયો, જુઓ વર્ષ 2026નું નવું રેટ લિસ્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરાયો છે, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યભરના વાલીઓને વધુ એક મોંઘવારીનો માર 

પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાડા પત્રક સરખામણી કોષ્ટક

સ્કુલ રિક્ષાનું જુનુ ભાડું (2024)

સ્કુલ રિક્ષા નવું ભાડું (2026)

સ્કુલ વેન જુનુ ભાડું (2024)

સ્કુલ વેન નવું ભાડું (2026)

1 કિલોમીટર (750 રૂપિયા)

1 કિલોમીટર (850 રૂપિયા)

1 કિલોમીટર (1200 રૂપિયા)

1 કિલોમીટર (1400 રૂપિયા)

2 કિલોમીટર (850 રૂપિયા)

2 કિલોમીટર (950 રૂપિયા)

2 કિલોમીટર (1400 રૂપિયા)

2 કિલોમીટર (1600 રૂપિયા)

3 કિલોમીટર (950 રૂપિયા)

3 કિલોમીટર (1050 રૂપિયા)

3 કિલોમીટર (1600 રૂપિયા)

3 કિલોમીટર (1800 રૂપિયા)

4 કિલોમીટર (1050 રૂપિયા)

4 કિલોમીટર (1150 રૂપિયા)

4 કિલોમીટર (1800 રૂપિયા)

4 કિલોમીટર (2000 રૂપિયા)

5 કિલોમીટર (1150 રૂપિયા)

5 કિલોમીટર (1250 રૂપિયા)

5 કિલોમીટર (2000 રૂપિયા)

5 કિલોમીટર (2200 રૂપિયા)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *