ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર?

ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર?

ધર્મ RELIGION
Spread the love



વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળ્યો હતો. સંભવિત વાવઝોડાની અસરને પગલે દરિયામાં ઊંચે ઊંચે સુધી દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે અગમચેતીના ભાગરૂપ માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના માથેથી જે વરસાદી સિસ્ટમ પસાર થઈને અરબી સમુદ્રમાં ગઈ હવે વાવાઝોડું સ્વરૂપ ધારણ કરી લીધું છે, આ વાવાઝોડું આજે રાત્રે તીવ્ર બની જશે અને પછી તે પશ્ચિમ તરફ ગતિ કરશે પરંતુ રવિવારે સાંજે યુટર્ન લેશે અને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જોકે, તે ગુજરાતને ટકરાશે કે કેમ તે અંગેની સંભાવનાઓ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. શનિવારે વહેલી સવારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે શક્તિ વાવાઝોડું 3 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે દ્વારકાથી 340 કિલોમીટર દૂર પશ્ચિમમાં હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *