Final Up to date:
પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, રામનગર ગામમાં પ્રેમ પ્રકરણ અથવા કોઈ છોકરીના વિવાદને લઈને હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ હત્યામાં બે મહિલાઓ આરોપી સામેલ હોવાનું પણ સામે આવ્યું છે.
દ્વારકા: ખંભાળિયાના રામનગર ગામમાં 25 વર્ષીય જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડાની હત્યાની ઘટના સામે આવી છે. આ યુવાનની લોખંડના સળિયા અને બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવને લઈ જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યુવાનની હત્યા એકતરફી પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ નિર્મમ હત્યાની પ્રાથમિક તપાસમાં શંકાઓ સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પ્રેમ પ્રકરણ અથવા કોઈ છોકરીના વિવાદને લઈને હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ હત્યામાં બે મહિલાઓ આરોપી સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. તે ઉપરાંત આ હત્યામાં નજીકના કુટુંબીજનો અથવા સંબંધીઓની સંડોવણી પણ હોઈ શકે છે. એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે તમામ એંગલથી તપાસ હાથ ધરી છે.

યુવકના છેલ્લા 48 કલાકની ગતિવિધિઓની તપાસ કરવામાં આવશે. આ સાથે જ તેના મોબાઈલના કોલ ડિટેઇલ્સ અને ચેટ્સની તપાસ કરવામાં આવશે. આ સાથે જ ગામના નજીકના લોકો અને સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. તે ઉપરાંત ઘટનાસ્થળેથી મળેલા પુરાવા જેમકે, લોખંડની વસ્તુ, ફિંગરપ્રિન્ટ, CCTV ફૂટેજ થકી હત્યારા સુધી પહોંચવાની કોશિશ કરવામાં આવશે.
ખંભાળિયામાં થોડા સમય પહેલા પણ 20 વર્ષીય એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. યુવાન પર છરી વડે હુમલો કરી માથું દીવાલમાં અથડાવવામાં આવતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણનો ભેદ ઉકેલી પોલીસે મૃતકના બે મિત્રોને દબોચી લીધા હતા. અમન અબ્દુલભાઈ નાયક નામના 20 વર્ષના યુવાન સાથે અગાઉ મિત્ર જેવા જ આસિફ હબીબ જુણેજા (રહે. ભરવાડ પાડો, ભરવાડ સમાજની વાડીની સામે, ખંભાળિયા)ને બોલાચાલી થઈ હતી જેથી આશિફ હબીબ અને તારીક હબીબ જુણેજાએ કાવતરું રચી અમન ઉપર છરી વડે જીવણ હુમલો કર્યો હતો. અમનની આંખમાં છરી મારી તેનું માથું દીવાલમાં જોરથી અથડાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતા જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના પિતા અબ્દુલભાઈ નાયકની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
Dwarka,Jamnagar,Gujarat

