Final Up to date:
રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ગોલમાલ 5 માં અજય દેવગનની સાથે આ સુપરસ્ટાર એન્ટ્રી થઈ શકે છે. આમ, વાત કરવામાં આવે તો આ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ગોલમાલ ફ્રેન્ચાઇઝીને ઓડિયન્સનો જબરજસ્ત પ્રેમ મળ્યો છે. આ ફ્રેન્ચાઇઝી વ્યક્તિને હસાવવા માટે મજબૂર કરે છે. હવે રોહિત શેટ્ટી ગોલમાલ 5 લઈને આવશે. ખાસ વાત તો એ છે કે અજય દેવગન સ્ટારર આ ફિલ્મમાં અક્ષય કુમારની પણ એન્ટ્રી થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર ગોલમાલ ફ્રેન્ચાઇઝીમાં અજય દેવગન સિવાય અરશદ વારસી, તુષાર કપૂર, કૃણાલ ખેમૂ અને શ્રેયસ તલપડે જોવા મળશે. જો કે આ સ્ટારકાસ્ટમાં હવે અક્ષયનું નામ પણ જોડાઈ રહ્યું છે.
અક્ષય કુમારની એન્ટ્રી થશે?
વેરાયટી ઇન્ડિયાની ખબર અનુસાર અક્ષય કુમારને ગોલમાલ 5માં અજયની વિરુદ્ધ એટલે કે એનો દુશ્મન બતાવવામાં આવશે. એટલે કે ગોલમાલ 5માં અક્ષય કુમાર વિલન હશે. આ ફિલ્મ બાકીની ફિલ્મો કરતા ગ્રાન્ડ અને મોટા સ્તર પર બનાવવામાં આવી છે. અજય અને અક્ષયને સાથે ફરીથી સ્ક્રીન પર દેખવા ફેન્સ માટે એક મોટી ટ્રીટ હોઈ શકે છે.
ગોલમાલ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ
આમ, તમને જણાવી દઈએ કે ગોલમાલની પહેલી ઇન્સ્ટોલમેન્ટ વર્ષ 2006 માં રિલીઝ થઈ હતી. ગોપાલની ભૂમિકામાં અજય જોવા મળ્યો હતો. ગોલમાલ ફ્રેન્ચાઇઝીની આ ફિલ્મ 2017 માં રિલીઝ થઈ હતી. હવે રોહિત શેટ્ટી ગોલમાલ 5નું શૂટિંગ શરૂ કરશે. અક્ષયની એન્ટ્રી આ ફિલ્મ માટે ખાસ બની શકે છે.
ટાઈટ સિક્યોરિટીની વચ્ચે થયું શૂટિંગ
તાજા રિપોર્ટ અનુસાર ફિલ્મ ગોલમાલ 5નું શૂટિંગ 15 ફેબ્રુઆરી પછી શરૂ થઈ શકે છે. રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ થયું એ પછી ફિલ્મ સેટની સિક્યોરિટી વધારવાની ખબર સામે આવી હતી. આ વખતે ટાઈટ સિક્યોરિટીની સાથે શૂટિંગ થશે. શૂટિંગ લોકેશન અને બીજી જાણકારી લિમિટેડ લોકોની સાથે શેર કરવામાં આવશે. આ સિવાય ક્રૂ અને જૂનિયર આર્ટિસ્ટને રજિસ્ટ્રેશન કરવાની સલાહ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા ઘરની બહાર શનિવારે મોડી રાત્રે આ ચોંકાવનારી ઘટના બની હતી. અહેવાલો અનુસાર રાત્રે લગભગ 1:15 વાગ્યે અજાણ્યા હુમલાખોરોએ તેમના નિવાસસ્થાનની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ નથી અને રોહિત શેટ્ટી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. માહિતી મળતા જ મુંબઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
Mumbai,Maharashtra
Feb 04, 2026 10:03 AM IST

