Well being Information Gujarati : ખીરા કાકડી ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે અને પાણીની ઉણપ પુરી કરે છે. તેને ખાવાથી શરીર તાજગી અનુભવે છે. ખીરા કાકડીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં સલાડમાં થાય છે, જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. યોગ્ય રીતે ખાવામાં આવે ત્યારે કાકડી ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ ખોટા કોમ્બિનેશન સાથે ખાવામાં આવે તો તેનો સ્વાદ અને પેટ બગાડી શકે છે. ખીરા કાકડીને કઇ વસ્તુઓ સાથે ના ખાવી જોઈએ તે જાણીએ.
દહીં સાથે ના ખાવી કાકડી
ખીરા કાકડી અને દહીંનું કોમ્બિનેશન ઘણી જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, પરંતુ ક્યારેક આ મિશ્રણ સમસ્યાઓનું કારણ બની શકે છે. કાકડીમાં ઘણું પાણી હોય છે, જે દહીંને પાતળું કરી શકે છે અને તેનું ક્રીમી ટેક્સચર બગાડી શકે છે. તેનાથી ખાવાની મજા ઓછી થઇ જાય છે. આ સિવાય સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી તે પાચન સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.
મીટ સાથે ખીરા કાકડી ખાવાનું ટાળો
માંસ અને ખીરા કાકડી એકસાથે ખાવાથી ક્યારેક પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. માંસમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે પચવામાં સમય લે છે, જ્યારે ખીરા કાકડી હળવી અને પાણીવાળી હોય છે અને ઝડપથી પચી જાય છે. આ તફાવત પેટમાં ભારેપણું અથવા એસિડિટીનું કારણ બની શકે છે. તેથી માંસ સાથે કાકડી ખાવાનું ટાળવું અથવા થોડી ગેમ પછી ખાવી જોઇએ.
ખાટા ફળો સાથે ખીરા કાકડી ટાળો
નારંગી અને લીંબુ જેવા ખાટા ફળોનો સ્વાદ તીવ્ર હોય છે, જ્યારે ખીરા કાકડીનો સ્વાદ હળવો અને સાદો સ્વાદ હોય છે. જ્યારે બન્ને મળે છે ત્યારે ખાટાપણું વધારે લાગી શકે છે અને ખીરાની ફ્રેશનેસ દબાઇ જાય છે. આ કોમ્બિનેશન પાચન માટે પણ સારું નથી.
ગરમીમાં ઠંડકનું પરફેક્ટ ઓપ્શન, આ રીતે ઘરે બનાવો ચટપટી શિકંજી
લસણ સાથે ખીરા કાકડી ના ખાવ
લસણનો સ્વાદ ખૂબ જ તેજ હોય છે અને તે કોઈપણ હળવી ચીજનો સ્વાદ દબાવી શકે છે. જ્યારે તમે કાકડીમાં ખૂબ લસણ ઉમેરો છો ત્યારે કાકડીની તાજગી ખોવાઈ જાય છે. જો તમને લસણ ગમે છે તો ઓછી માત્રામાં લો. જેથી ખીરા કાકડીનો સ્વાદ જળવાય.
ટામેટાં સાથે ખીરા કાકડી ખાવાનું ટાળો
ખીરા કાકડી અને ટામેટાના સલાડ ખૂબ જ સામાન્ય છે. જોકે એક નાની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ખીરા કાકડી પાણી છોડે છે, જે ટામેટાંનો સ્વાદ હળવો બનાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કાકડી અને ટામેટાંનું મિશ્રણ તમારા પેટના pH બેલેન્સને બગાડી શકે છે, જેના કારણે પેટમાં ગેસ અને બ્લોટિંગની ફરિયાદ થઈ શકે છે.

