ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને સરકારી કચેરી પહોંચ્યા!

ધર્મ RELIGION
Spread the love



ભાણવડ મામલતદાર કચેરીમાં અનોખા દૃશ્યો જોવા મળ્યા છે. કિસાન કૉંગ્રેસ અને ખેડૂતો હાથમાં સાંકળ બાંધીને મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. મહત્ત્વનું છે કે ટેકાના ભાવે મગફળી 300 મણ ખરીદી કરવાની માગ સાથે કેટલાક ખેડૂતોએ આજે ભાણવડ મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું હતું. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક ખેડૂતોએ હાથમાં સાંકળ બાંધી છે અને હાથમાં સ્લોગન લખેલા બોર્ડ રાખ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *