ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈ મોટી આગાહી કરી છે. 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષોપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, તો સાથે ઠંડીનું જોર પણ વધશે. આ દરમિયાન ખેડૂતોને પણ અંબાલાલ પટેલે ચેતવ્યા છે. અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ તાકીદ કરી છે કે અત્યારથી જ પાક સંરક્ષણના જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દે, જેથી નુકસાનથી બચી શકાય.
Source link
