ભાણવડના રાણપર ગામે આવેલા ધાણાના ખેતર આગ લાગતા સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજે 6 વીઘામાં ખેડૂતે ધાણાનો પાક વાવ્યો હતો. પરંતુ ખેતરની બાજુમાંથી પસાર થતી વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. થોડી મિનિટોમાં આખા ખેતરમાં આગ પ્રસરી જતા આખો પાક બળીને ખાક થઈ ગયો હતો. અંદાજીત 6 વીઘાના ખેતરમાં ધાણાનો પાક બળીને ખાક થયો હતો. ખેડૂતોની મહેનત સળગી જતા રોવાનો વારો આવ્યો છે. ઊભા પાકમાં આગ લાગતા ખેડૂતના મોઢે આવેલ કોળિયો છીનવાયો.
Source link
