બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા મામલે વધુ બે આરોપીઓને દબોચી લેવાયા છે. બુધવારે જયરાજ આહીરની પૂછપરછ બાદ હવે SITએ અજય ભાલિયા ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની ધરપકડ કરી છે. આ બંને શખ્સોએ આરોપીઓને હથિયાર પહોંચાડવામાં મદદ કરી હોવાનો આરોપ હોવાનું કહેવાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ નવનીત બાલધીયા અને ઉત્તમ બાંભણિયા વચ્ચે હથિયારને લઈને થયેલી વાતચીતની ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી. આરોપી ઉત્તર બાંભણિયાની જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી એમાં હુમલાની રાતે બનેલા ઘટનાક્રમનું વર્ણન સામેલ હતું.
Source link
