ચા મોટાભાગના લોકો પીવે છે પરંતુ શું તમે જાણો છો કે, આ જ ચા તમારા વાળને કાળા પણ કરી શકે છે? જો તમે નેચરલી રીતે તમારા વાળ કાળા કરવા માંગતા હોવ, તો ‘ચા’ના પાણીનો ઉપયોગ ફાયદાકારક રહેશે. આમાં હાજર ટેનિક એસિડ વાળને નેચરલી કાળો રંગ આપે છે. આ કરવા માટે, ‘ચા’ના પાનને એક કપ પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા બાદ તેને ગાળી લો. હવે શેમ્પૂ કર્યા પછી આ પાણીથી તમારા વાળ ધોઈ લો. આને 10-15 મિનિટ માટે રહેવા દો અને પછી સામાન્ય પાણીથી ધોઈ લો.
