રાજસ્થાની યુવતી સુરતમાં 20 દિવસ સુધી બંધક! નશીલા ઈન્જેક્શન આપી શારીરિક શોષણનો શિકાર

રાજસ્થાની યુવતી સુરતમાં 20 દિવસ સુધી બંધક! નશીલા ઈન્જેક્શન આપી શારીરિક શોષણનો શિકાર

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને અમન વર્મા અને મહંમદ તોહીદુલે બર્થડે સેલિબ્રેશનના બહાને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી, નશીલા ઈન્જેક્શન આપી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

બે આરોપીઓની ધરપડક
બે આરોપીઓની ધરપડક

સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં બર્થ ડે સેલિબ્રેશનના બહાને રાજસ્થાનની 21 વર્ષીય યુવતીને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ આચરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ મામલે રાંદેર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ઘટનામાં સંડોવાયેલા બે નરાધમોને ઝડપી પાડ્યા છે અને બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, રાજસ્થાનના કોટા પંથકની વતની યુવતીનો સોશિયલ મીડિયા મારફતે સુરતના અમન વર્મા સાથે સંપર્ક થયો હતો. યુવતીનો જન્મદિવસ 1 જાન્યુઆરીના રોજ હોવાથી અમન વર્માએ તેને બર્થડે સેલિબ્રેશનના બહાને સુરત આવવા માટે લલચાવી હતી. જેથી યુવતી વિશ્વાસ રાખીને સુરત આવી હતી, પરંતુ અહીં પહોંચતા જ તેના માટે નરક સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી જ્યારે સુરત પહોંચી ત્યારે અમન વર્મા અને તેના મિત્ર મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર દ્વારા મૂનલાઇટ સહિતની જુદી-જુદી હોટલોમાં તેને રાખવામાં આવી હતી. બર્થડે ઉજવણીના બદલે આરોપીઓએ યુવતીને માર માર્યો હતો અને તેના સોનાના દાગીના લૂંટી લીધા હતા. આટલું જ નહીં તેને નશીલા ઈન્જેક્શન આપી બળજબરીપૂર્વક શારીરિક શોષણ આચર્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

વધુમાં આરોપીઓએ યુવતીને દેહવ્યાપાર જેવા કામ માટે પણ મજબૂર કરવાનો પ્રયાસ કર્યો હોવાનું આ કેસની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. લગભગ 20 દિવસ સુધી સતત માનસિક અને શારીરિક યાતના સહન કર્યા બાદ આ યુવતીએ યોગ્ય મોકો જોઈ આરોપીઓના ચંગુલમાંથી છૂટકારો મેળવીને રાજસ્થાન પહોંચી હતી, જ્યાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી, જેને બાદમાં આ ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી છે.

હાલ આ ગંભીર કિસ્સાની તપાસ રાંદેર પોલીસ મથકના પીઆઈ આર.જે. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને હોટલમાં વેઇટર તરીકે કામ કરતા આરોપી અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (ઉ.વ. 21)ને તથા મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળના અને હાલ સુરતમાં રહી દરજી કામ કરતાં આરોપી મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર મહંમદ અઝીઝ હક (ઉ.વ. 28)ની ધરપકડ કરી છે.

સમગ્ર પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ મહંમદ તોહીદુલ પોતે અન્ય ધર્મનો હોવા છતાં પોતે હિન્દુ હોવાનું કહીને યુવતીને ખોટી ઓળખ આપી હતી અને પોતાનું નામ રોહિત ઉર્ફે તુષાર હોવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં આ બંને આરોપી (અમન વર્મા અને મહંમદ તોહીદૂલ) એકસાથે રહેતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે હાલ આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. સાથે રાંદેર પોલીસ દ્વારા યુવતીને તાત્કાલિક તબીબી અને કાઉન્સેલિંગ સહાય આપવામાં આવી રહી છે, જ્યારે આરોપીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. ત્યારે આ ઘટનાએ સોશિયલ મીડિયા પર થતી ઓળખાણ અને વિશ્વાસના જોખમોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *