2026 Kia Syros SUV Launched : કિયાની લોકપ્રિય કોમ્પેક્ટ SUV સાયરોસ એક સમયે ભારતીય ગ્રાહકોમાં ચર્ચામાં રહી હતી. જોકે વેચાણ અપેક્ષાઓ પ્રમાણે રહ્યું ન હતું. હવે કિયા ઇન્ડિયાએ તેની લોકપ્રિય SUV, સાયરોસનું નવું વર્ઝન MY26 બજારમાં લોન્ચ કર્યું છે. કંપનીએ તેને નવો લૂક આપ્યો છે.કંપનીએ તેમાં મેગ્મા રેડ અને આઇવરી સિલ્વર જેવા નવા કલર ઓપ્શન પણ આપ્યા છે.
ગ્રાહકોના બજેટ અને પસંદગીઓને અનુરૂપ ઘણા નવા વેરિયન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, તેના પ્રીમિયમ ફિચર્સ હવે પહેલા કરતાં વધુ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. નવી સાયરોસની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 8.39 લાખ રુપિયા છે.
ઇન્ટિરિયરમાં કેવા છે અપડેટ
કિયાએ ઇન્ટિરિયર અને ફીચર્સ પણ વધાર્યા છે. કારની અંદર બેસતા જ તમને 30-ઇંચની મોટી પેનોરેમિક ડિસ્પ્લે દેખાશે જે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર બંનેમાં કામ કરે છે. આ સિવાય તેમાં ડ્યુઅલ-પેન પેનોરેમિક સનરૂફ પણ છે. લાંબી મુસાફરીને આરામદાયક બનાવવા માટે વેન્ટિલેટેડ સીટ્સ અને સ્લાઇડિંગ અને રિક્લાઇનિંગ રીઅર સીટ્સ આપવામાં આવી છે. તે 80 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ અને OTA અપડેટ્સ સહિત આધુનિક ટેકનોલોજી પણ છે.
ડિઝાઇન
ડિઝાઇનની દ્રષ્ટિએ નવી સાયરોસ પહેલા કરતાં વધુ સ્પોર્ટી અને વધુ મોર્ડન લાગે છે. તેના આગળના ભાગને એટલે કે ફ્રેન્ટ ફેશિયાને સંપૂર્ણપણે ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેમાં હવે એક નવું બમ્પર, બોડી-કલર્ડ એરો ઇન્સર્ટ્સ અને ગ્લોસી બ્લેક સ્કિડ પ્લેટ્સ છે. LED ફોગ લેમ્પ સુંદર રીતે ફીટ કરવામાં આવ્યા છે. કારના પાછળના ભાગમાં એક નવું બમ્પર અને એક નવો સ્ટોપ લેમ્પ પણ છે. આ કારમાં ગ્લોસ બ્લેક રૂફ રેલ્સ અને નવી સ્ટાઇલવાળા 17-ઇંચ ક્રિસ્ટલ-કટ એલોય વ્હીલ્સ પણ છે.
SUV કિયા સાયરોસ કિંમત
કિંમતની દ્રષ્ટિએ Kia Cirrus MY26ની રેન્જ 8.39 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ વેરિઅન્ટ માટે 15.79 લાખ રુપિયા સુધી જાય છે. 1.0-લિટર ટર્બો પેટ્રોલ મેન્યુઅલ અને 7DCT ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. કિંમતો 8.39 લાખ રુપિયાથી 14.99 લાખ રુપિયાની વચ્ચે છે. 1.5-લિટર ડીઝલ એન્જિનનું મેન્યુઅલ વર્ઝન 9.99 લાખ રુપિયાથી શરૂ થાય છે, જ્યારે ઓટોમેટિક વર્ઝન 12.73 લાખ રુપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ છે.
યામાહાએ ફેસિનો 125નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું, જાણો કિંમત અને દમદાર ફિચર્સ
પાવરટ્રેન યથાવત
સેફ્ટી માટે SUVને 5-સ્ટાર BNCAP સેફ્ટી રેટિંગ મળ્યા છે. નવી સાયરસમાં એડવાન્સ્ડ સેફ્ટી કીટ અને ઘણા સ્માર્ટ ફીચર્સ છે. મેકેનિકલ રીતે એન્જિન યથાવત છે. જોકે કંપની પાસે ડીઝલ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ડીઝલ ઓટોમેટિક વિકલ્પ હવે ‘HTK+’ વેરિઅન્ટથી જ મળવાનો શરુ થશે. આનાથી ગ્રાહકો ઓછી કિંમતે ઓટોમેટિક ગિયરબોક્સની મજા માણી શકશે.
