કાર અને બાઈક ધડાકાભેર અથડાયા, બે યુવકનાં મોત

કાર અને બાઈક ધડાકાભેર અથડાયા, બે યુવકનાં મોત

વર્લ્ડ WORLD
Spread the love



કચ્છ જિલ્લાના વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. માંડવી તાલુકામાં આસંબિયા-જખણીયા માર્ગ પર મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પૂર ઝડપે આવતી કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી અને કાર બાવળની ઝાડીમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે તે ખાખ થઈ ગઈ હતી. આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણકારી મળતા સ્થાનિક પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને વધુ તપાસ આદરી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *