ishan kishan first t2oi century : ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી-20 મેચમાં ઇશાન કિશને પોતાની ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. જ્યારે ઓવરઓલ ટી 20 ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી છે. આ આક્રમક સદી સાથે તેણે સૂર્યકુમાર યાદવ સહિત ઘણા ખેલાડીઓના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇશાન કિશને તિરુવનંતપુરમના મેદાન પર 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન ફટકાર્યા હતા.
ઇશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ રાખ્યો
ઈશાન કિશને 42 બોલમાં સદી ફટકારી હતી. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેણે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો છે. સૂર્યકુમારે 2023માં રાજકોટમાં શ્રીલંકા સામે 45 બોલમાં સદી ફટકારી હતી. રોહિત શર્મા આ યાદીમાં ટોચ પર છે, જેણે 2017માં ઈન્દોરમાં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી.
ભારત માટે ટી20 માં સૌથી ઓછા બોલ પર સદી ફટકારનાર પ્લેયર્સ
- રોહિત શર્મા (35 બોલ)
- અભિષેક શર્મા (37 બોલ)
- સંજુ સેમસન (40 બોલ)
- તિલક વર્મા (41 બોલ)
- ઇશાન કિશન (42 બોલ)
- સૂર્યકુમાર યાદવ (45 બોલ)
- કેએલ રાહુલ (46 બોલ)
🎥 What a technique to get to your maiden T20I century! 💯
And look what it means to Ishan Kishan 🙌
Updates ▶️ https://t.co/AwZfWUTBGi#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBankpic.twitter.com/adZg0TJTvK
— BCCI (@BCCI) January 31, 2026
કામરાન અકમલનો રેકોર્ડ તોડ્યો
ઇશાન કિશને આ મેચમાં 42 બોલમાં સદી પૂરી કરી હતી અને 43 બોલમાં 10 સિક્સર અને 6 ફોરની મદદથી 103 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 239.53 હતો. તેણે ટી-20 ક્રિકેટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. આ પછી તે ટી-20 ક્રિકેટમાં વિકેટકિપર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. ઈશાને ટી-20માં વિકેટકિપર તરીકે 5 સદી ફટકારનાર કામરાન અકમલને પાછળ છોડી દીધો છે. ક્વિન્ટન ડી કોક નંબર વન પર છે જેણે કુલ 8 સદી ફટકારી છે.
આ પણ વાંચો – ભારત વિ ન્યૂઝીલેન્ડ પાંચમી ટી 20 લાઇવ સ્કોર
ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર
- 8 – ક્વિન્ટન ડી કોક
- 6 – ઇશાન કિશન
- 5 – કામરાન અકમલ
- 4 – સંજુ સેમસન
આ ઉપરાંત ઈશાન કિશન ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો છે.
