પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. 2005માં તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ ઘટના પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બની હતી. આ આરોપ પછી, તેને તાત્કાલિક પાકિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેના સાથી ખેલાડીઓ તેને પ્લેબોય કહીને ચીડવતા હતા. જોકે, શોએબ અખ્તરે ખુલાસો કર્યો કે એક પાકિસ્તાની ખેલાડી અને એક છોકરી વચ્ચે કોઈ ગેરસમજ હતી, જેમાં તે ફસાઈ ગયો. આ કારણે, તેના પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા. બધાને અખ્તર પર શંકા હતી, તેથી તેણે વાસ્તવિક ખેલાડીનું નામ જાહેર કરવાની વિનંતી કરી પરંતુ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે નામ છુપાવ્યું હતું.
