આને કહેવાય અનોખા લગ્ન: રસ્તા પર બળદગાડામાં નીકળી જાન, લોકો જાનૈયાઓને જોતા જ રહી ગયા

આને કહેવાય અનોખા લગ્ન: રસ્તા પર બળદગાડામાં નીકળી જાન, લોકો જાનૈયાઓને જોતા જ રહી ગયા

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના દેવરિયાનો હોવાનું સામે આવ્યું છે. જેમાં રસ્તા પર બળદગાડામાં જાન નીકળી હતી. જેથી આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Image: Instagram@deoria_wale_bhaiya
Picture: Instagram@deoria_wale_bhaiya

આજના સમયમાં મોટા ભાગે લગ્નમાં તમે જોયું હશે કે મોંઘી ગાડીમાં જ વરરાજા તેની દુલ્હનને લેવા માટે આવતો હોય છે. પહેલા વરરાજા ઘોડી પર બેસીને તેની દુલ્હનને લેવા માટે આવતો હતો. જોકે આજે પણ અમુક જગ્યાએ એવું જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયા પર એક જાન રસ્તા પરથી નીકળી જોવા મળી છે. જેમાં આ જાન બળદગાડામાં જઈ રહી છે. મોટા ભાગે આવા દ્રશ્યો ગામડામાં જોવા મળતા હોય છે. જેમાં બળદગાડામાં જાન નીકળતી હોય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોએ ભારતની પરંપરા યાદ અપાવી દીધી છે જે પહેલાના સમયમાં જોવા મળતી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બળદગાડામાં જાન નીકળી રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો ઉત્તરપ્રદેશના દેવરિયાનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ તમામ બળદગાડાઓને સજાવવામાં આવ્યા છે. અને લગ્નનો સામાન તેમાં રાખવામાં આવ્યો છે.

રસ્તા પર બળદગાડામાં જતી આ જાનને જોઈને લોકો પણ નવાઈ પામી ગયા હતા. મોટા ભાગે વરરાજા હવે મોટી ગાડીમાં નીકળે છે જોકે આ જાને તો અહીંયા અલગ જ નજારો દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં મોટા ભાગના યુઝર્સને આ વીડિયો જોયા પછી ઘણો પસંદ આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @deoria_wale_bhaiya નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં કોમેન્ટ સેક્શનની અંદર યુઝર્સ દ્વારા પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. જેમાં મોટા ભાગના યુઝર્સે આ વીડિયોના વખાણ કર્યા છે. જેને લઈને આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *