અમદાવાદમાં જામા મસ્જિદ બહાર AIMIM નું પ્રદર્શન, કહ્યું – યુનિફોર્મ સિવિલ કોડ શરિયતની વિરુદ્ધ છે

અમદાવાદમાં જામા મસ્જિદ બહાર AIMIM નું પ્રદર્શન, કહ્યું – યુનિફોર્મ સિવિલ કોડ શરિયતની વિરુદ્ધ છે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


UCC protest : શનિવારે અમદાવાદની જામા મસ્જિદની બહાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના અમલીકરણ સામે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે પાંચ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. આ લોકોએ ઈદની નમાઝ બાદ મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઝોન-3ના ડેપ્યુટી પોલીસ કમિશનર રૂપલ સોલંકીએ પુષ્ટિ આપી કે ચાર પુરુષો અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓએ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્લેકાર્ડ, પોસ્ટરો હાથમાં રાખ્યા હતા અને ઈદની નમાજ પછી લોકો મસ્જિદમાંથી બહાર નીકળતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શન એઆઈએમઆઈએમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે યુસીસી પરત લેવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓમાં, દેશભરમાં યુસીસી વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શનો થયા છે.

અમે યુસીસીનો વિરોધ કરી રહ્યા છીએ – પ્રદર્શનકારી

પ્રદર્શનકારીઓમાંથી એક મહિલાએ કહ્યું કે અમે યુસીસીનો વિરોધ કરી રહ્યા છીએ. શરિયતમાં આવું કંઈ લખેલું નથી અને સરકારે તેને પાછું ખેંચવું જોઈએ. પ્રદર્શનકારીઓના હાથમાં જે  પોસ્ટરો હતા તેમાં લખ્યું હતું કે યુસીસી શરિયતની વિરુદ્ધ છે અને તેને રદ કરવું જોઈએ.

એક પ્રદર્શનકારીએ કહ્યું કે યુસીસી બંધારણની કલમ 25 વિરુદ્ધ છે અને મહિલાઓની વિરુદ્ધ છે. તે લિવ-ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપે છે. તેને રદ કરવું જોઈએ. 

ઈદને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે તૈનાત પોલીસે તેમને તાત્કાલિક કસ્ટડીમાં લીધા હતા. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રચવામાં આવેલી પેનલે 17 માર્ચે યુસીસી અંગેનો અંતિમ અહેવાલ સરકારને સોંપ્યો હતો.

વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવ્યું

ગુજરાત સરકારે 18 માર્ચે વિધાનસભામાં ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ, 2026 રજૂ કર્યું હતું. આ બિલમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઇન રિલેશનશિપ માટે સમાન કાયદો બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ બિલ 24 માર્ચે વિધાનસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. જો આ બિલ પાસ થઈ જશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત યુસીસીનો અમલ કરનાર ભારતનું બીજું રાજ્ય બની જશે. ઉત્તરાખંડમાં જાન્યુઆરી 2026માં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *