Sonam Wangchuk Information : સોનમ વાંગચુક NEET વિવાદ મુદ્દે આમરણાંત ઉપવાસ પર લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ કોંગ્રેસે ગુરુવારે પોતાના સમર્થનની જાહેરાત કરી હતી. સોનમ વાંગચુકના ઉપવાસના 19મા દિવસે કોંગ્રેસે સમર્થન કર્યું હતું. પાર્ટીના સંગઠનાત્મક મહાસચિવ કે.સી. વેણુગોપાલે ખાતરી આપી હતી કે, કોંગ્રેસ આ મુદ્દે નરેન્દ્ર મોદી સરકારનો વિરોધ કરશે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી ઇચ્છતા હતા કે, કોંગ્રેસ આ મુદ્દે સોનમ વાંગચુકનું સમર્થન કરે. પરંતુ આ મુદ્દે વાંગચુક અથવા કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવા અંગે પાર્ટીના કેટલાક નેતાઓ શંકાસ્પદ હતા.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ નેતાઓને યાદ અપાવ્યું હતું કે, 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પોતે લેહ ગયા હતા અને સોનમ વાંગચુકના પિતા સોનમ વાંગ્યાલને મળ્યા હતા. તે સમયે સોનમ વાંગયાલ લદ્દાખના લોકોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગ સાથે ભૂખ હડતાલ પર બેઠા હતા. ઇન્દિરા ગાંધીએ તેમને ઉપવાસ સમાપ્ત કરવા માટે સમજાવ્યા હતા.
સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મળવા આવેલી ડિમ્પલ યાદવ સપાના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સ્ટેજ પર જઇ રહ્યા હતા, ઉદઘોષકે સ્ટેજ પરથી ‘યુવા સાંસદ ડિમ્પલ યાવદના બદલે’ ડિમ્પલ કાપડિયા નો ઉલ્લેખ કર્યો હતો. જો કે ભૂલનું ભાન થતા તરત જ ભૂલ સુધારી હતી.
कांग्रेस के मीडिया और पब्लिसिटी डिपार्टमेंट के चेयरमैन और राज्यसभा सांसद @Pawankhera जी ने सोनम वांगचुक जी और जंतर-मंतर पर भूख हड़ताल कर रहे अन्य प्रदर्शनकारियों से मुलाकात की। pic.twitter.com/lvLfGrgKxr
— Congress (@INCIndia) July 17, 2026
આ પછી ઉદધોષકે પોતાની ભૂલ સુધારવાના પ્રયાસમાં ઘણી વખત ‘ડિમ્પલ યાદવ’નું નામ પુનરાવર્તિત કર્યું હતું. આ સાંભળીને ત્યાં વિરોધ કરી રહેલા યુવાનોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને થોડી વાર માટે વાતાવરણ હળવું થઈ ગયું હતું.
લદ્દાખના જાણીતા એન્જિનિયર, પર્યાવરણવાદી અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક ફરી એકવાર ચર્ચામાં છે. વાંગચુક 28 જૂનથી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર છે. તેમની બગડતી તબિયતની ચિંતા સતત વધી રહી છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની ભૂખ હડતાલ વંદા જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન સાથે ચાલી રહી છે. નીટ (યુજી) 2026 અને અન્ય પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ બદલ પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. પરંતુ એવા ઘણા લોકો છે જે જાણતા નથી કે સોનમ વાંગચુક કોણ છે.
