Widespread Causes of Brief Circuit : દિલ્હીના માલવીયા નગર વિસ્તારની એક હોટલમાં ભીષણ આગ લાગવાથી ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. હોટલમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.
શોર્ટ સર્કિટ ત્યારે થાય છે વીજળીના તાર એકબીજાથી ભૂલથી જોડાય છે અથવા કપાઇ જાય છે. આ કારણે વીજળી કોઇ અડચણ વગર ખૂબ જ ઝડપથી વહેવા લાગે છે. આ અતિશય પ્રવાહને કારણે વાયર તરત જ ખૂબ ગરમ થઈ જાય છે અને ઓગળી જાય છે, જે ભયંકર તણખા છોડે છે અને આગ પેદા કરે છે. આ ઉપરાંત ઓવરલોડિંગ, ઢીલા જોડાણો અને પાણીના સંપર્કમાં આવવાથી પણ શોર્ટ સર્કિટનું જોખમ વધે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ નિયમિત ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો કાળજીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો અને કઇ વસ્તુથી શોર્ટ સર્કિટનો ખતરો વધારે રહે છે.
પંખા, કૂલર, એસી, ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન, માઇક્રોવેવ, આયરન અને મોબાઇલ ચાર્જર જેવા ઘણા વીજળીના ઉપકરણોનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં દરરોજ થાય છે. આ સમય દરમિયાન આપણે ઘણી વસ્તુઓને અવગણીએ છીએ. તમારી નાની બેદરકારી શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રિક શોક અથવા આગ જેવા ગંભીર અકસ્માતોનું જોખમ વધારી શકે છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
સોકેટનો ઉપયોગ
ઘણી વખત લોકો એક જ મલ્ટિપ્લગ અથવા એક્સ્ટેંશન બોર્ડમાં બઘા ઉપકરણો જોડે છે. જ્યારે સોકેટ પર વધુ પડતો લોડ હોય છે, ત્યારે વાયર ગરમ થવા લાગે છે. ઊંચા લોડને કારણે શોર્ટ સર્કિટ કે આગ લાગવાની શક્યતા વધી જાય છે. આ કિસ્સામાં સોકેટની ક્ષમતા અનુસાર જ ઉપયોગ કરો.
વાયર અને પ્લગ
ઘણી વખત ખામીયુક્ત વાયરને કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે. જો કોઇ ઉપકરણનો વાયર કપાઇ ગયો હોય, ઘસાઈ ગયો હોય અથવા પ્લગ ઢીલો હોય તો તેને બિલકુલ નજરઅંદાજ કરવું જોઈએ નહીં. આવી વસ્તુઓ સ્પાર્કિંગ અને શોર્ટ સર્કિટનું જોખમ વધારે છે. તેને સમયસર રિપેરિંગ અથવા બદલી નાખવા જોઈએ.
ઉપયોગ પછી બંધ કરવું શા માટે જરુરી
ઘણી વાર લોકો ટીવી, એસી, ગીઝર અથવા ચાર્જરનો ઉપયોગ કર્યા પછી પણ પ્લગ ચાલુ રાખે છે. આ ભૂલ ભૂલવી પણ ના કરવી જોઈએ. કારણ કે આ ઉપકરણો સતત વીજળીનો વપરાશ કરે છે અને ગરમ થઈ શકે છે. જો આવું લાંબા સમય સુધી થાય તો તેમને નુકસાન થવાની સાથે સાથે સ્પાર્ક પણ થઈ શકે છે, જેના કારણે શોર્ટ સર્કિટનું જોખમ વધી જાય છે.
ચાર્જરનો ઉપયોગ કર્યા બાદ સ્વીચને બંધ કરી દો
લગભગ દરેક ઘરમાં ફોન ચાર્જ કરવા માટે ચાર્જરનો ઉપયોગ કરે છે. પરંતુ ફોન ચાર્જ થયા બાદ લોકો ઘણીવાર સ્વીચ બંધ કરવાનું ભૂલી જાય છે. લાંબા સમય સુધી સ્વિચ ચાલુ કરવાથી સ્પાર્કિંગની સમસ્યાઓ થઈ શકે છે અને શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે, જે આગનું જોખમ વધારે છે.
ભીના હાથે સ્વીચને ના અડો
વીજળીના ઉપકરણોને ક્યારેય પાણી વાળા હાથથી સ્પર્શ ન કરવો જોઈએ. ખાસ કરીને સ્વીચને ક્યારેય ભીના હાથથી ચાલુ અથવા બંધ ન કરવી જોઈએ. તેનાથી કરંટ લાગવાનું જોખમ વધી જાય છે.
બાળકને ખોળામાં લઈ મહિલા ત્રીજા માળેથી કૂદી, જોત જોતામાં આગ ભભૂકી ઉઠી
એસીનો ઉપયોગ કરતા સાવધાની રાખવી
ઉનાળીના ગરમીમાં મોટાભાગના ઘરોમાં ઠંડક માટે એસીનો ઉપયોગ થાય છે. ગરમીમાં એસી વધારે સમય ચાલું રહે છે અને તેથી ગરમ થવાની સંભાવના છે. એસીને થોડો કલાકો ઉપયોગ કર્યા પછી રેસ્ટ આપવો જોઈએ. સમયસર સર્વિસ કરાવવી જોઈએ નહીંતર જોખવ વધી જાય છે.
આગ લાગે ત્યારે રાત્રે ઊંઘમાં વધારે લોકો કેમ મરી જાય છે
આગ લાગે ત્યારે રાત્રે ઊંઘમાં મોટાભાગના લોકોના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ ઝેરી ગેસ (કાર્બન મોનોક્સાઈડ) અને ઘાતક ધુમાડો છે. આગ દરમિયાન લોકો ઊંઘમાં હોવાથી સમયસર જાગી શકતા નથી અને શ્વાસ રુંધાવાથી ગૂંગળાઈને જીવ ગુમાવે છે. રાત્રે આગની ઘટનામાં લોકોના જીવ જવાનું આ સૌથી મોટું કારણ છે. ઊંઘમાં આપણી ગંધ પારખવાની ક્ષમતા કામ કરતી નથી. ધુમાડાની ગંધ ન આવવાથી લોકો સજાગ થઈ શકતા નથી. ઘરમાં રહેલા પ્લાસ્ટિક, ગાદલાં અને ફર્નિચર બળવાથી સાયનાઈડ જેવા જીવલેણ રસાયણો નીકળે છે, જે માત્ર 2-3 મિનિટમાં વ્યક્તિને મારી શકે છે.
