આયોડિનની ઉણપથી બચવા શું કરવું? મીઠું ખરીદતી વખતે તેના પેકેટ પર આપેલી માહિતી અવશ્ય તપાસો. તેને ભેજ અને વધુ પડતી ગરમીથી બચાવવા માટે હંમેશાં એરટાઇટ (બંધ) ડબ્બામાં રાખો. જોકે, આયોડિનની જરૂરિયાત પૂરી કરવા માટે વધુ પડતું મીઠું ખાવું યોગ્ય નથી. વધારે માત્રામાં મીઠું લેવાથી હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધી શકે છે. આ ઉપરાંત દૂધ, દહીં, ઈંડા અને અમુક સી-ફૂડમાંથી પણ શરીરને આયોડિન મળી શકે છે. સંતુલિત આહાર લેવો સૌથી જરૂરી છે. જરૂરિયાત કરતાં વધારે માત્રામાં આયોડિન પણ નુકસાન કરી શકે છે, તેથી ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ આયોડિન સપ્લીમેન્ટ ન લેવા જોઈએ.
