વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ભારતની વન ડે અને ટી 20 ટીમની જાહેરાત

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Crew India ODI and T20I squads introduced :  વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર ટી20 અને વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વન ડેમાં શુભમન ગિલને કેપ્ટન અને કેએલ રાહુલને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આકિબ નબી ડાર અને નમન ધીરની ભારતની વન ડે ટીમમાં પહેલીવાર પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એક વખત રમતા જોવા મળશે.

મોહમ્મદ સિરાજ વન ડે ટીમમાં પાછા ફર્યા છે. યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ અને ધ્રુવ જુરેલ પણ વન ડે ટીમમાં પાછા ફર્યા છે. ઋષભ પંત અને હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ વન ડે શ્રેણીનો કાર્યક્રમ

  • પ્રથમ વન ડે : 27 સપ્ટેમ્બર, 2026, તિરુવનંતપુરમ (બપોરે 2 કલાકે)
  • બીજી વન ડે: 30 સપ્ટેમ્બર, 2026, ગુવાહાટી (બપોરે 2 કલાકે )
  • ત્રીજી વન ડે : 3 ઓક્ટોબર, 2026, ન્યૂ ચંદીગઢ (બપોરે 2 કલાકે )

ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ ટી20 શ્રેણીનો કાર્યક્રમ

  • પ્રથમ ટી20 : 6 ઓક્ટોબર, 2026, લખનઉ (સાંજે 7 કલાકે)
  • બીજી ટી20 : 9 ઓક્ટોબર, 2026, રાંચી (સાંજે 7 કલાકે)
  • ત્રીજી ટી20 : 11 ઓક્ટોબર, 2026, ઈન્દોર (સાંજે 7 કલાકે)
  • ચોથી ટી20 : 14 ઓક્ટોબર, 2026, હૈદરાબાદ (સાંજે 7 કલાકે)
  • પાંચમી ટી20: 17 ઓક્ટોબર, 2026, બેંગલુરુ (સાંજે 7 કલાકે)

ભારતની વન ડે ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, રુતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર.

ભારતની ટી20 ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, સંજુ સેમસન, તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *