Barsati kide bhagane ke upay : વરસાદની ઋતુમાં ઘણીવાર સાંજે ઘરની લાઇટ ચાલું કરતાની સાથે જ પાંખવાળી વરસાદી જીવાત ઝડપથી ઘરમાં પ્રવેશવા લાગે છે. નાના પાંખવાળા જંતુઓનું ઝુંડ લાઇટની નજીક આવી જાય છે. જ્યારે તેઓ ખુલ્લા દરવાજા અને બારીમાંથી ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને બહાર કાઢવા મુશ્કેલ બની જાય છે.
જોકે આ જંતુઓ ઘણીવાર થોડા સમય માટે જ દેખાય છે પણ તેમની સંખ્યા વધારે હોય ત્યારે ઘરમાં કામ કરવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તેઓ વરસાદની ઋતુમાં આ જીવાત વધુ શા માટે આવે છે અને તેમને ઘરથી દૂર રાખવા માટે કયા સરળ પગલાં અપનાવી શકાય છે.
વરસાદમાં લાઇટ ચાલુ કરતી વખતે જ આ પાંખ વાળા જંતુઓ શા માટે આવે છે?
વરસાદમાં ભેજનું પ્રમાણ વધે છે, જે કેટલાક જંતુઓ માટે અનુકૂળ વાતાવરણ છે. રાત્રે ચાલુ થતી સફેદ અથવા તેજસ્વી રોશની ઘણા પ્રકારના જંતુઓને આકર્ષે છે. જ્યારે ચોમાસામાં ઘણા જંતુઓનું પ્રજનન પણ વધે છે, તેથી તેમની સંખ્યા વધુ દેખાય છે. આવી સ્થિતિમાં જ્યારે ઘરની આસપાસ પાણી ભરાઈ જાય છે, ભીની માટી હોય છે, ખુલ્લી ગટર હોય છે, ત્યારે તેમની સંખ્યા ઝડપથી વધે છે.
વરસાદી કીડાઓથી છુટકારો મેળવવાના ઉપાય
બારીઓ અને દરવાજા પર બારીક જાળી લગાવો
સાંજના સમયે ખુલ્લી બારીઓ અને દરવાજા ઉડતા જંતુઓ માટે અંદર આવવાનો સૌથી સહેલો રસ્તો છે. આ કિસ્સામાં જાળી લગાવવાથી તેમના પ્રવેશને ઘણી હદ સુધી અટકાવી શકાય છે.
બહારની લાઇટ બંધ રાખો
જ્યારે જરૂર ન હોય ત્યારે બાલ્કની, ગાર્ડનની લાઇટ બંધ રાખો. ત્યાં જેટલો ઓછો પ્રકાશ હશે તેટલા ઓછા જંતુઓ આકર્ષિત થશે.
વાર્મ વ્હાઇટ LED વાપરો
ખૂબ જ તેજસ્વી સફેદ અથવા વાદળી રોશનીની સરખામણીમાં વાર્મ વ્હાઇટ LED પર જીતાત ઓછી આકર્ષાય છે.
ઘરની આસપાસ પાણી જમા થવા દો નહીં
કુંડાની ટ્રે, કૂલર, છત અને ગટરમાં પાણીને જમા ના થવા દો. આ ઘણા પ્રકારના જંતુઓની સંખ્યા ઘટાડી શકે છે.
એક્ઝોસ્ટ ફેન અને વેન્ટ પર જાળી લગાવો
બાથરૂમ અને રસોડાની વેન્ટિલેશનથી પણ નાના પાંખવાળા જંતુઓ અંદર આવી શકે છે.
વરસાદમાં સ્લિપર કેમ લપસી જાય છે? જાણો કારણ અને જોખમ ઘટાડવા માટેની સરળ ટિપ્સ
જો પાંખવાળી જીવાત ઘરની અંદર આવે તો શું કરવું?
બધી બારીઓ અને દરવાજા બંધ કરો અને ફક્ત એક બારી અથવા દરવાજો ખુલ્લો રાખો. રુમની લાઇટ બંધ કરો અને બહાર અથવા ખુલ્લામાં લાઇટ ચાલુ કરો. ઘણા જંતુઓ લાઇટ તરફ જાય છે અને બહાર નીકળી જાય છે. છતનો પંખો ચલાવવાથી હળવા ઉડતા જંતુઓ માટે ઓરડામાં રહેવું મુશ્કેલ બને છે. ઇલેક્ટ્રિક કિટ પકડનાર રેકેટ અથવા યુવી ઇંસેક્ટ ટ્રેપનો ઉપયોગ કરી શકાય છે.
