રાત્રે સૂતા પહેલા આ 4 વસ્તુઓ ખાવાથી તરત જ આવી જશે ઊંઘ

રાત્રે સૂતા પહેલા આ 4 વસ્તુઓ ખાવાથી તરત જ આવી જશે ઊંઘ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Meals For Higher Sleep : સ્વસ્થ રહેવા માટે રાત્રે સારી અને ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. જોકે આજના ભાગ દોડ ભર્યા જીવનમાં અનેક લોકો ખૂબ જ મોડા ઊંઘે છે. કેટલાક લોકો સમયસર સૂઈ જાય છે, પરંતુ મોડી રાત સુધી ઊંઘ આવતી નથી અને પડઘા ફેરવતા રહે છે. 

રાત્રે ઊંઘ ના આવવાના કારણે આખો દિવસ આળસભર્યો જાય છે. ઘણી વખત યોગ્ય રીતે ઊંઘ ન આવવાને કારણે ગંભીર બીમારીનો ખતરો પણ રહે છે. તેની માનસિક અને શારીરિક બંને રીતે ખૂબ જ ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં જો તમને રાત્રે ઊંઘ ન આવે તો તમારા માટે કેટલાક એવા ફૂડ્સ લાવ્યા છીએ, જેને તમે સૂતા પહેલા ખાઇ શકો છો. આ ફળો ખાવાથી સારી ઉંઘ આવે છે.

બદામ

રાત્રે બદામ ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. તેને ખાવાથી મગજ પણ તેજ થાય છે. તેમાં મેગ્નેશિયમ હોય છે જે શરીરને આરામ આપે છે, જે સારી ઉંઘ તરફ લઇ જાય છે. તેને ખાવાથી પાચનક્રિયા પણ સારી થાય છે.

સૂતા પહેલા કેળા ખાઓ

રાત્રે સૂતા પહેલા તમે કેળા પણ ખાઈ શકો છો. તેમાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે, જે શરીરમાં સેરોટોનિન અને મેલાટોનિન જેવા ઊંઘના હોર્મોન્સને વધારે છે. તમે ઊંઘવાના 30 મિનિટ પહેલાં એકથી બે કેળા ખાઈ શકો છો. 

ઊંઘતા પહેલા અશ્વગંધા લો

ઊંઘતા પહેલા અશ્વગંધાનું સેવન કરી શકો છો. તેનાથી આખો દિવસ તણાવ ઓછો થાય છે તેમજ ઊંઘ પણ સારી આવે છે. તેને પીવાથી તાકાત વધે છે સાથે જ બીજા પણ ઘણા ફાયદા થાય છે. તેના સેવનથી તણાવ ઓછો થાય છે, જેનાથી ઊંઘ સારી આવે છે.

આ પણ વાંચો – 5 શાકાહારી ફુડ્સ જેમાં ઇંડા કરતા વધુ પ્રોટીન હોય છે, ડાયેટમાં આવી રીતે કરો સામેલ

ડાર્ક ચોકલેટ

તમે રાત્રે ડાર્ક ચોકલેટ પણ ખાઈ શકો છો. જોકે તેને મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ. તેમાં મેગ્નેશિયમ હોય છે, જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે, જેનાથી મૂડ સુધરે છે.

(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *