અમદાવાદમાં સતત બીજા વર્ષે પણ મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે નગરયાત્રાનો પ્રારંભ થશે. ભદ્રના કિલ્લા સ્થિત મંદિર ખાતેથી નિયત કરાયેલા 6.25 કિમીના રૂટમાં આ નગરયાત્રા ફરશે. આ રૂટમાં લક્ષ્મી માતાજીની છાપ, માણેકનાથજીનું મંદિર, રાયપુર પાસે મદન ગોપાલની હવેલી, સહિત અનેક સ્થળનો સમાવેશ કરાયો છે. ચાલુ વર્ષે નવાઈની બાબત એ છે કે આ વખતની યાત્રામાં પહેલીવાર માતાજીની ચલિત મૂર્તિ નગરયાત્રામાં જોડાશે.
Source link
