મહેસાણાની ઓળખ સમા આઝાદ ચોકને સ્ટ્રીટ વેન્ડર ઝોન તરીકે વિકસાવવા સાંસદની રજૂઆત

મહેસાણાની ઓળખ સમા આઝાદ ચોકને સ્ટ્રીટ વેન્ડર ઝોન તરીકે વિકસાવવા સાંસદની રજૂઆત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Mayank Nayak MP Rajya Sabha: મહેસાણા શહેરના ઐતિહાસિક વિરાસત સમા આઝાદ ચોકને હેરિટેજ લુક સાથે સ્ટ્રીટ વેન્ડર ઝોન તરીકે વિકસાવવા માટે સાંસદ મયંદ નાયકે મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી છે. જેમાં તેમણે આશા વ્યક્ત કરી છે કે, જો સ્થળને સુનિયોજિત આયોજન સાથે વિકસાવવામાં આવે તો શહેરના સૌંદર્યમાં વધારો કરવા ઉપરાંત સ્થાનિક રોજગારી અને વેપારને પણ પ્રોત્સાહન આપશે. 

સાંસદ મયંક નાયકે મહેસાણા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી આઝાદ ચોક વિસ્તારને શહેરની આગવી ઓળખ આપી સાંસ્કૃતિક વારસો આગળ વધારવા ભાર મુક્યો છે. આ માટે વિશેષ આયોજન હાથ ધરી 5 બાબતોએ કાર્યવાહી કરવા માટે સુચન કર્યું છે. 

1. આઝાદ ચોકને હેરિટેજ થીમ સાથે સુંદર રીતે વિકસાવી શહેરનું એક આગવું આકર્ષણ બનાવવામાં આવે. 

2. સરકારની સ્ટ્રીટ વેન્ડર નીતિ મુજબ સુવ્યસ્થિત સ્ટ્રીટ વેન્ડર ઝોનનું નિર્માણ કરવામાં આવે. 

3. મહિસા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સખી મંડળોની બહેનોને તેમના હસ્તકલાના ઉત્પાદનો, ઘરગથ્થું ખાદ્ય ચીજ વસત્ુઓ અને અન્ય સ્વરોજગાર આધારિત પ્રવૃત્તિઓ માટે નિશ્વિત સ્ટોલ કે જગ્યા ફાળવવામાં આવે. 

4. હાલમાં આ સ્થળોએ વ્યવસાય કરતા શાકભાજીના ફેરીયાઓને પણ સુવ્યસ્થિત રીતે સ્થળે જગ્યા ઉપલબ્ધ કરાવી તેમના રોજગારને સ્થિરતા આપવામાં આવે. 

5. પાર્કિંગ, સ્વસ્છતા, પીવાના પાણી, લાઇટિંગ, જાહેર શૌચાલય, બેઠક વ્યવસ્થા અને અન્ય જરુરી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આ સ્થળને નાગરિકો અને મુલાકાતીઓ માટે આદર્શ જાહેર સ્થળ તરીકે વિકસાવવામાં આવે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, આજીવન મેડિકલ રેકોર્ડ રહેશે સુરક્ષિત

રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જણાવ્યું કે,જનહિતને ધ્યાનમાં રાખી આ બાબતે પ્રાથમિકતા ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો શહેરના વિકાસમાં એક નવું આકર્ષણ વધશે.  આ પ્રકારનો વિકાસ શહેરની ઐતિહાસિક ઓળખ જાળવવાની સાથે સ્થાનિક વેપાર, મહિલા સ્વરોજગાર, નાના વેપારીઓના પુનર્વસન તથા શહેરના આર્થિક અને પર્યટન વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *