પર્યાવરણ મંત્રાલયમાં હડકંપ: મંત્રી ભૂપેન્દ્ર યાદવના 3 ખાસ અધિકારીઓ એકસાથે હટાવાયા!

પર્યાવરણ મંત્રાલયમાં હડકંપ: મંત્રી ભૂપેન્દ્ર યાદવના 3 ખાસ અધિકારીઓ એકસાથે હટાવાયા!

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનું પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હાલ ચર્ચામાં છે. તેમના એક વહીવટી નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. મંત્રી ભૂપેન્દ્ર યાદવના અત્યંત નજીક ગણાતા ત્રણ ખાસ અધિકારીઓને એક જ દિવસમાં તેમના હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવતા મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે. પ્રાઈવેટ સેક્રેટરીને વહીવટી આધારો પર હટાવવામાં આવ્યા છે, જ્યારે એક એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરીને સમય પહેલાં તેમના મૂળ કેડરમાં પરત મોકલાયા છે અને અન્ય એક એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરીની નિમણૂક તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે એટલે કે એમને ટર્મિનેટેડ કરાયા છે. આ આકસ્મિક ફેરફાર વહીવટી પ્રક્રિયાનો ભાગ છે કે કોઈ ગંભીર કારણોસર લેવાયેલું મોટું પગલું?

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ત્રણ મુખ્ય સહયોગીઓને એકસાથે હોદ્દા પરથી હટાવી દીધા છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 3 જુલાઈના રોજ આ જાહેરાત કરવામાં આવી છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ ફેરફારો અંગે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

પ્રાઇવેટ સેક્રેટરી અમર સિંહ

મંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, માનનીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીના પ્રાઇવેટ સેક્રેટરી અમર સિંહ, IRS (IT:2010) ને વહીવટી આધારો પર તેમના મૂળ કેડર એટલે કે મહેસૂલ વિભાગમાં પરત મોકલવામાં આવે છે અને તેમને તાત્કાલિક અસરથી તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવે છે.

ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) ના અધિકારી અમર સિંહની નિમણૂક શરૂઆતમાં 2021માં ભૂપેન્દ્ર યાદવના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે થઈ હતી, જ્યારે મંત્રી પાસે શ્રમ અને રોજગાર મંત્રાલયનો હવાલો હતો. અગાઉ ડેપ્યુટી સેક્રેટરી રહેલા અમર સિંહને 2024માં ડાયરેક્ટર રેન્ક આપવામાં આવ્યો હતો. 

પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT) ના જૂન 25, 2024 ના રોજ જાહેર કરાયેલા મેમોરેન્ડમ અનુસાર, તેમની નિમણૂક 7 સપ્ટેમ્બર, 2026 સુધીના સમયગાળા માટે એટલે કે પ્રાઇવેટ સેક્રેટરી તરીકેના તેમના પાંચ વર્ષના બાકીના કાર્યકાળ માટે અથવા કો-ટર્મિનસ ધોરણે અથવા તેઓ મંત્રીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કે આગામી આદેશો જે પણ વહેલું બને ત્યાં સુધી માટે હતી.

એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી શૈલેષ કુમાર સિંહ

આ જ રીતે, અન્ય એક આદેશમાં જણાવાયું છે કે મંત્રીના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી શૈલેષ કુમાર સિંહને એક્સટેન્ડેડ કૂલિંગ ઓફની જોગવાઈ સાથે તેમના મૂળ કેડરમાં સમય પહેલાં પરત મોકલવામાં આવી રહ્યા છે અને તેમને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, શૈલેષ કુમાર સિંહને તાત્કાલિક તેમના મૂળ કેડર એટલે કે પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગમાં રિપોર્ટ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.

એડિશનલ પ્રાઇનેટ સેક્રેટરી આયુષ સરન

ત્રીજા આદેશમાં જણાવાયું છે કે મંત્રીના અન્ય એક એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી આયુષ સરનની નિમણૂક તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. 

અંડર સેક્રેટરી વિભૂતિ પંજીયાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગના 2જી જુલાઈ, 2026ના ઓ.એમ. નંબર 23/1/2024 ના અનુસંધાનમાં અને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સાથે, માનનીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીના એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે આયુષ સરનની નિમણૂક તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે છે. આયુષ સરનને તાત્કાલિક તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવે છે.

આ પણ વાંચો: શું કેન્દ્ર સરકાર E20 સામે વિરોધ બાદ E25 ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે પીછેહઠ કરશે? 

આ આદેશની નકલો વડાપ્રધાન કાર્યાલય (PMO), કેબિનેટ સચિવાલય અને DoPT સહિત અન્યોને મોકલવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *