Jammu-Kashmir Information : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના ( PoK) રહેવાસી જીશાન અહમદ મીર તેની પ્રેમિકાને મળવા ઉરીમાં લાઇન ઓફ કંટ્રોલ પાર કર્યાના એક મહિના પછી સરહદ પાર પરત મોકલી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.
ઉરીના પંકેડી ગામનો રહેવાસી જીશાન 31 મેના રોજ પોતાની પ્રેમિકા ઇરમ મજીદને મળવા માટે સરહદ પાર કરી હતી. તે જ દિવસે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પાર કરતી વખતે એક ઘૂસણખોર પકડાયો છે. સૂત્રોએ બાદમાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે તેનો કોઈ ખરાબ ઇરાદો ન હતો.
જીશાનની સેનાએ અટકાયત કરી હતી
જીશાન અને ઇરમને સ્નેપચેટ પર પ્રેમ થયો હતા. ઘાટીમાં પહોંચવા પર જીશાનને સેનાએ સિલિકોટમાં અટકાયત કરી હતી, જે એક વાડવાળું સરહદી ગામ છે, જ્યાં ફક્ત સૈનિકો અને લોકોને જવાની મંજૂરી છે. જોકે સેનાને ખાતરી હતી કે જીશાન માત્ર ઇરમને મળવા માટે જ સરહદ પાર કરી છે પરંતુ તેને કાનૂની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગેરકાયદેસર ઘુસણખોરીનો નોંધ્યો હતો અને તેને બારામુલ્લા જેલમાં મોકલી આપ્યો હતો. ત્રણ દિવસ પહેલા આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
જીશાનને પાછો મોકલી દેવામાં આવ્યો
કોર્ટે પોલીસની ચાર્જશીટ સ્વીકારી લીધી હતી અને કેસ બંધ કરી દીધો હતો, ત્યારબાદ તેને પરત મોકલવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. શનિવારે ભારતીય અધિકારીઓએ તેમના પાકિસ્તાની સમકક્ષોને તેને પરત મોકલવા વિશે માહિતી આપી હતી. ત્યારબાદ જીશાનને કમાન્ડ પોસ્ટ પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઉરી કોર્ટના નિર્દેશ પર તેને પરત મોકલવામાં આવ્યો હતો.
કેતન અગ્રવાલ હત્યાકાંડ : ‘એવા લગ્ન જે ક્યારેય નહીં થાય’, સિયા ગોયલની તેના મિત્ર સાથેની સ્નેપચેટ વાયરલ
પાછા મોકલતા પહેલા ઇરમ અને તેના પરિવારને થોડા સમય માટે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે તેને કમાન્ડ પોસ્ટ પર લઈ ગયા હતા અને તેને પાકિસ્તાની સૈનિકોને સોંપી દીધો હતો. તેને પરત મોકલવાની પ્રક્રિયા બપોરે 12.30 વાગ્યે થઈ હતી. ઇરમ તેના માતાપિતા અને ત્રણ ભાઈ-બહેનો સાથે આવી હતી.
તેણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અમને જતા પહેલા બે-ત્રણ મિનિટ માટે મળવાની મંજૂરી આપવામાં આવી હતી. તે કશું બોલ્યો નહીં. જ્યાં સુધી અમે ત્યાં હતા ત્યાં સુધી તે ફક્ત રડતો હતો.
