Nana Patekar Loss of life : બોલિવુડ અને મરાઠી અભિનેતા નાના પાટેકરનું સોમવારે નિધન થયું છે. નાના પાટેકરે ગોવામાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તે ઘરે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના મોતનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું કહેવાય છે.
નાના પાટેકરના નિધનથી બોલિવૂડ સહિત મનોરંજન ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નાના પાટેકર પોતાની ફિલ્મી કારકિર્દીની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં હતા. જો કે, તેમનો પરિવાર લાઇમલાઇટથી દૂર હતો.
તેણે 1978માં આવેલી ફિલ્મ ‘ગમન’થી ફિલ્મ અભિનયની શરૂઆત કરી હતી. પોતાના દમદાર અભિનયના જોરે નાના પાટેકરે પોતાને સૌથી બહુમુખી અને ભરોસાપાત્ર અભિનેતાઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમની પત્ની નીલકાંતિ પાટેકર પણ એટલી જ પ્રતિભાશાળી છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નીલકાંતિ પાટેકર મરાઠી સિનેમામાં તેમના યોગદાન માટે જાણીતા છે.
નાના પાટેકલની પ્રેમ કહાણીની શરૂઆત કેવી રીતે થઈ?
નીલકાંતિ અને નાના પાટેકરની લવ સ્ટોરી એક મરાઠી નાટક દરમિયાન શરૂ થઈ હતી. ટૂંક સમયમાં જ તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. તેઓએ 1978માં લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સમયે નાના પાટેકર 27 વર્ષના હતા. થોડા વર્ષો પછી તેઓ તેમના પ્રથમ પુત્રના જન્મ સાથે માતાપિતા બન્યા, જો કે દુઃખદ રીતે અઢી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. બાદમાં આ દંપતીને બીજો પુત્ર થયો હતો, જેનું નામ તેમણે મલ્હાર રાખ્યું હતું.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/10/08/nana-patekar-passed-away-live-news-update-today-in-gujarati-8-october-2026-thursday-2026-10-08-11-18-19.jpg)
નાનના પાટેકર પત્નીથી 35 વર્ષથી અલગ રહે છે
તેમની પ્રારંભિક સફળતા અને અભિનય કુશળતા હોવા છતાં, નીલકાંતિ પાટેકરે તેમના વૈવાહિક જીવનને પ્રાધાન્ય આપવા માટે ઉદ્યોગથી દૂર રહેવાનું નક્કી કર્યું. અહેવાલો અનુસાર, નીલકાંતિ અને નાના પાટેકર વચ્ચે સમય જતાં “ક્યારે ઉકેલાય નહીં તેવા મતભેદો” ઉભા થયા હતા. કાયદેસર રીતે એકબીજા સાથે બંધાયેલા હોવા છતાં પણ તેઓ અલગ રહેવા લાગ્યા. બંનેએ ક્યારેય છૂટાછેડા લીધા ન હતા. બાદમાં ઘણા ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરે કહ્યું હતું કે તેમની અને નીલકાંતિ વચ્ચે ભાવનાત્મક જોડાણને બદલે પરસ્પર આદર છે.
ફિલ્મ સ્ક્રીન પર વાપસી
લગભગ એક દાયકા સુધી ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ નીલકાંતિ પાટેકરે વિકી કૌશલની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ ‘છાવા’થી સ્ક્રીન પર કમબેક કર્યું હતું. ધારાઉના પાત્રમાં તેમનો અભિનય તેમને પાછો લાઇમલાઇટમાં લાવ્યો. તે પ્રેક્ષકોને તેમની સ્ક્રીનની હાજરી અને દોષરહિત અભિનય કુશળતાની યાદ અપાવે છે.
આ પણ વાંચો | ‘દરેક નાગરિકે કરવું જોઇએ, તે તમારા અસ્તિત્વની નિશાની છે’, જ્યારે નાના પાટેકર 3 કલાકની મુસાફરી કરી મતદાન કરવા ગયા
નીલકાંતિ પાટેકર કોણ છે?
મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા નીલકાંતિના પિતા સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં હતા. આ કારણે તેમને બાળપણમાં જુદા જુદા શહેરોમાં રહેવું પડ્યું હતું. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી, તેણે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી. તેમના પિતા ઇચ્છતા હતા કે નીલકાંતિ ભૌતિકશાસ્ત્રમાં કારકિર્દી બનાવે. જો કે, તેમણે અભિનય પસંદ કર્યો. તેમનો રસ હંમેશા અભિનય તરફ હતો. તેમણે ઘણા નાટકોમાં સક્રિયપણે કામ કર્યું હતું.
આ પણ વાંચો | નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન, કાર્ડિયાક અરેસ્ટ, CPR અને મહત્વનો ટાઈમ
નીલકાંતિ એ 1966થી બાળ કલાકાર તરીકે નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે તેમની પ્રખર કારકિર્દી દરમિયાન મરાઠી થિયેટરમાં સારી છાપ ઉભી કરી હતી અને ઘણા પુરસ્કારો જીત્યા હતા. તેમણે 1973માં મહારાષ્ટ્ર રાજ્ય નાટક સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેમણે 1989માં ફિલ્મ ‘આત્મ વિશ્વાસ’ માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો હતો.
