GSRTC driver conductor bharti 2026 : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાત એસટી માટે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત બહાર પાડી છે. રાજ્યભરમાં આશરે 8000 થી વધુ જગ્યાઓ ભરવા માટે GSRTC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ST ભરતી 2026 અંતર્ગત ડ્રાઈવર અને કંડક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે.
GSRTC ભરતી 2026 ની મહત્વની માહિતી
|
સંસ્થા |
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
|
પોસ્ટ |
ડ્રાઈવર-કંડક્ટર |
|
જગ્યા |
8917 |
|
વય મર્યાદા |
18થી 35 વર્ષ |
|
એપ્લિકેશન મોડ |
ઓનલાઈન |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
5-7-2026 |
|
ક્યાં અરજી કરવી? |
ગુજરાત ST ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
|
પોસ્ટ |
જગ્યા |
|
ડ્રાઈવર |
4599 |
|
કંડક્ટર |
4318 |
|
કુલ |
8917 |
શૈક્ષણિક લાયકાત
ડ્રાઈવર માટે શૈક્ષણિક લાયકાતઃ ધોરણ-12 પાસ સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું હેવી લાઈસન્સ તથા બેઝ હોવો જરૂરી. હેવી ડ્રાઈવર લાઈસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ
કંડક્ટર માટે શૈક્ષણિક લાયકાતઃ ધોરણ-12 પાસ સાથે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મેળવાલું વેલીડ કંડક્ટ લાઈસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ.
વય મર્યાદા
- ડ્રાઈવર માટે 25થી 35 વર્ષ વચ્ચે
- કંડક્ટર માટે 18થી 35 વર્ષ વચ્ચે
પગાર ધોરણ
ગુજરાત એસટીમાં ડ્રાઈવર અને કંડક્ટર તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પાંચ વર્ષ માટે ₹26,000 માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. આ નિમણૂક કરાર આધારીત આપવામાં આવશે. નિમયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં.
ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પુરી થયેથી ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મુળ પગાર અમલમાં હોય તે મુળ પગારમાં નિયમિત નિમણુંક મેળવવા પાત્ર થશે.
ડ્રાઈવર ભરતી નોટિફિકેશન
કરિયર સંબંંધી અન્ય સમાચાર
કંડક્ટર ભરતી નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી
