At this time Information Delhi CJP Protest Reside Replace : કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનોએ શનિવારે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તેઓ મતદાર યાદીના એસઆઈઆર સંબંધિત આક્ષેપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસે વિરોદ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસે અગાઉના વિરોધ પ્રદર્શન દરમિયાન આ માટે મોડી અરજી અને નિયમોનું ઉલ્લંઘન ટાંક્યું છે. સત્તાવાળાઓએ સાવચેતીના પગલા તરીકે રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે, ભારે પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત કર્યા છે, મેટ્રો સેવાઓમાં વિક્ષેપ પાડ્યો છે, ટ્રેનો અને શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓ રદ કરી છે.
દિલ્હીમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
જનપથ-કર્તવ્ય પથ ક્રોસિંગથી 4 કિલોમીટરની ત્રિજ્યામાં તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત રહેશે. આ સેવા 9 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યાથી 10 ઓક્ટોબર, 2026 ના રોજ રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે.
-
Oct 10, 2026 08:27 IST
CJP વિરોધ પ્રદર્શન પહેલાં જ મોદીએ હાર સ્વીકારી : અભિજિત દીપકેનું ટ્વિટ
દિલ્હીમાં જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી દિલ્હીમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત ઘણી મેટ્રો ટ્રેન અને ઘણા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ દરમિયાન CJP નેતા અભિજિત દીપકે પીએમ મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું છે. X પર અભિજિત દીપકે એક પોસ્ટમાં લખ્યું છે – અમારો વિરોધ શરૂ થાય તે પહેલાં જ મોદીએ હાર સ્વીકારી લીધી છે. પ્રદર્શનકારીઓ સામે મોટા પાયે કરવામાં આવતી કાર્યવાહી અને દિલ્હીને બંધ કરાવવું એ શક્તિનાં નહીં, પરંતુ પોતાના જ લોકોથી ડરેલા નેતાનાં લક્ષણો છે.
Modi has accepted defeat even earlier than our protest has begun. The mass crackdown on protesters and the shutdown of Delhi are usually not indicators of power, however of a frontrunner fearful of his personal folks.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 10, 2026
-
Oct 10, 2026 08:27 IST
જિંદગી જીને કે દો હી તરીકે હોતે હૈ – અભિજિત દીપકેનું ટ્વિટ
સીજેપીએ આજે દિલ્હીના જંમર મંતર પ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. વિરોધ પ્રદર્શને લઇ દિલ્હીમાં હાઇ એલર્ટ છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક ટ્વિટ કર્યું છે. જેમા તેમણે લખ્યું છે – જિંદગી જીને કે દો હી તરીકે હોતે હૈ, એક જો હો રહા હૈ હોને દો, બર્દાશત કરતે રહો, યા ફિર જિમ્મેદારી ઉઠાવો ઉસે બદલને કી.
🇮🇳🫡 https://t.co/TWzEwYsBVY
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 10, 2026
-
Oct 10, 2026 08:18 IST
CJPનું દિલ્હીમાં વિરોદ પ્રદર્શન, જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ
કોકરોચ જનતા પાર્ટી અને વિદ્યાર્થી સંગઠનોએ શનિવારે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. તેઓ મતદાર યાદીના એસઆઈઆર સંબંધિત આક્ષેપોને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
-
Oct 10, 2026 08:17 IST
અભિજિત દીપકે સાડા 9 વાગે દિલ્હી પહોંચશે
સીજેપી દિલ્હી જંતર મંતર પર આજે વિરોધ પ્રદર્શન કરશે, જેને ધ્યાનમાં રાખી રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા છે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સૌરભ દાસ અને આસુતોષ રાંકા મુંબઇથી દિલ્હી આવવા રવાના થઇ ગયા છે. તેઓ આજે સવારે 9.30 વાગે દિલ્હી એરપોર્ટ પહોંચશે.
Can be touchdown in Delhi tomorrow at 9:30 am https://t.co/VhoY9k5b4T
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 9, 2026
