ચોમાસાની ઋતુમાં ગરમાગરમ સ્નેક્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ ચોમાસામાં તમારી સાંઝને ટેસ્ટી બનાવવા માટે ટ્રાય કરો એકદમ સરળ અને ક્રિસ્પી રીંગણ ચિપ્સ (Baingan Chips) ની રેસીપી, જે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. રીંગણ વિટામિન B-6, ફાઇબર, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન C જેવા પોષક તત્વોનો ભંડાર છે.
આજે અમે તમારા માટે રીંગણની ચિપ્સ બનાવવાની રેસીપી લાવ્યા છીએ. આ ચિપ્સ મસાલેદાર અને ક્રિસ્પી હોય છે. આ સાથે તે બનાવવી પણ ખૂબ જ સરળ છે. તમે તેને નાસ્તા તરીકે બનાવીને તેનો આનંદ માણી શકો છો, તો ચાલો જાણીએ રીંગણની ચિપ્સ બનાવવાની રીત.
રીંગણની ચિપ્સ બનાવવા માટે જરૂરી સામગ્રી
- રીંગણ
- સ્વાદ મુજબ મીઠું
- ઓલિવ તેલ
- લાલ મરચું
- કાળા મરી
રીંગણની ચિપ્સ કેવી રીતે બનાવવી?
રીંગણની ચિપ્સ બનાવવા માટે સૌ પ્રથમ રીંગણને સારી રીતે ધોઈ લો. પછી રીંગણને પાતળા ટુકડાઓમાં કાપો. આ પછી બેકિંગ ટ્રે પર રીંગણના દરેક ટુકડાને સારી રીતે ફેલાવો. પછી તેના પર થોડું તેલ છાંટો. આ પછી તમારા સ્વાદ મુજબ દરેક ટુકડા પર થોડું મીઠું અને કાળા મરી લગાવો.
આ પણ વાંચો: વરસાદી મોસમમાં ઈમ્યુનિટી વધારશે આમળા-ગોળની ખાટી-મીઠી ચટણી, નોંધી લો આ ટેસ્ટી રેસીપી
પછી તમારા સ્વાદ મુજબ લાલ મરચાંનો પાવડર લગાવો અને તેને ફ્રાય કરો અથવા બેક કરો. આ પછી ચિપ્સને ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધો. હવે તમારા સ્વાદિષ્ટ રીંગણના ચિપ્સ તૈયાર છે.
