Gujarat at this time Rain updates: ગુજરાતમાં ઉનાળો પુરો થયો છે અને વરસાદનો ધીમે ધીમે પગર પેસારો થતો જાય છે. ગુજરાતમાં વરસાદની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત ક્યાંકના ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 75 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાંથી વધારે વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.
24 કલાકમાં 9 તાલુકામાં 1થી 5 ઈંચ વચ્ચે વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપેલા વરસાદના આકંડા પ્રમાણે 18 જૂન 2026, સવારે 6 વાગ્યાથી લઈને 19 જૂન 2026, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 9 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. આ તાલુકાના વરસાદના આંકડા નીચે કોષ્ઠકમાં આપેલી છે.
|
તાલુકાનું નામ |
વરસાદ (ઈંચમાં) |
|
હાલોલ |
4.57 |
|
ગોધરા |
3.35 |
|
જંબુગોડા |
3.15 |
|
શેહરા |
3.07 |
|
બરવાળા |
2.76 |
|
કડી |
2.56 |
|
ગોધરા |
2.17 |
|
ગોઘંબા |
2.17 |
|
મોરવા હડફ |
2.01 |
ગુજરાતના 8 તાલુકામા 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો
વરસાદના મળતાં આંકડા પ્રમાણે રાજ્યમાં 75 તાલુકામાંથી 8 તાલુકામાં 1 ઈંચથી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં મહિસાગરના કોંઠંબા, છોટાઉદેપુરના જેતપુરપાવી, મહિસાગનાર સંતરાપુર, અમદાવાદના ધંધુકા, ગાંધીનગરના કલોલ, પંચહમલાના કાલોલ અને વડોદરાના સાવલીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, પીડીએફ જુઓ
17 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ
બિહાર, ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વીજળી પડવાની સંભાવના છે. ઘણા વિસ્તારોમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ પણ વાંચોઃ- Viral Video: સુરતમાં મહિલાએ પહેલા સાયકલ ચોરી, બીજા દિવસે હાથ જોડી માફી માંગી સાયકલ પાછી મૂકી ગઈ
19 થી 24 જૂન દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે. 19 થી 22 જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.
