ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, રાજ્ય સરકારનો ગુમ થયેલી મહિલાઓને લઈ મોટો દાવો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં ગૂમ થતાં બાળકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાત વિધાનસભામાં મિસિંગ ચિલ્ડ્રનનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે માનવ તસ્કરીની આશંકા સાથે સરકારને આડેહાથ લીધી હતી. ખુદ સરકારે સ્વીકાર્યું કે 24 જિલ્લામાં ગૂમ થયેલા 553 બાળકોને લઈ હજુ પણ કોઈ જાણકારી નથી. 2 વર્ષ પછી પણ ગૂમ થયેલા બાળકોને પોલીસ શોધી શકી નથી.

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કાયદા વ્યવસ્થાને લઈને ગરમાગરમ બહસ જામી હતી. વિપક્ષે રાજ્યમાં ગૂમ થતાં બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી કે, ગૂમ થયેલા બાળકોને શોધવા માટે ગૃહવિભાગે ખાસ ડ્રાઈવ કરવી જોઈએ. પોલીસે સક્રિય થવું જોઈએ. તેનું કારણ એ છે કે છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં 24 જિલ્લામાં ગૂમ થયેલા બાળકોની સંખ્યા 6240 છે જે પૈકી હજુ 553 બાળકો મળી આવ્યા નથી જે ચિંતાનું કારણ છે.

ગુમ થયેલા બાળકોનો શહેર પ્રમાણે આંકડો

જિલ્લો

ગૂમ બાળકો

શોધવાના બાકી

અમદાવાદ 809 41
સુરત 841 76
રાજકોટ 477 36
વડોદરા 352 18
પંચમહાલ 176 25
દાહોદ 263 52
આણંદ 166 26
ગાંધીનગર 208 51
છોટાઉદેપુર 107 13
મહેસાણા 296 46
ભરૂચ 160 10
ખેડા 188 29
સાબરકાંઠા 150 15
અરવલ્લી 170 16
કચ્છ 242 14

ગૂમ થયેલી 67 મહિલાઓ, ઘરે પાછી આવી ગઈ

છેલ્લાં બે વર્ષમાં કુલ મળીને 67 મહિલાઓ ગૂમ થઈ હતી. અમદાવાદમાં સૌથી વધુ 20 અને સુરતમાં 15 મહિલાઓ ગૂમ થઈ હતી. 15થી વધુ જિલ્લામાં મહિલા ગૂમ થયાની ફરિયાદો મળી હતી. જોકે ગૃહવિભાગે દાવો કર્યો કે, ગૂમ થયેલી મહિલાઓ સલામત રીતે પરત ફરી છે. હવે એકેય મહિલા શોધવાની બાકી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *