જીવનશૈલી | રેસીપી | ઉનાળો | ઉનાળો શરૂ થઇ ગયો છે, બાળકોના લાંબા વેકેશન પણ પડી ગયા છે, અસહ્ય ગરમીમાં તમારા બાળકોને તમે ઘરે કંઈક ઠંડુ ઠંડુ બનાવીને આપી શકો છો, જે એમની ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરવામાં મદદ કરશે, લૂથી બચાવશે અને શરીરને હાઈડ્રેટેડ રાખશે.
ઉનાળાની ગરમીમાં તરબૂચ ગોંદ કતીરા કૂલર બેસ્ટ ઓપ્શન છે, જે બાળકોથી લઇ મોટા બધાને ભાવશે, અને ઓછા ટાઈમમાં બની જશે. અહીં જાણો તરબૂચ ગોંદ કતીરા કૂલર રેસીપી
તરબૂચ ગોંદ કતીરા કૂલર રેસીપી
સામગ્રી
4-5 ગોંડ કટીરા ક્રિસ્ટલ્સ (આખી પલાળીને)
1 ચમચી ચિયા સીડ્સ (2 કલાક પલાળીને)
1 ગ્લાસ નારિયેળ પાણી
200-300 ગ્રામ તરબૂચ
5-6 ફુદીનાના પાન
1/2 કપ સમારેલા તરબૂચ
ચપટી કાળું મીઠું
1 લીંબુ નિચોવીને
બરફના ટુકડા
તરબૂચ ગોંદ કતીરા કુલર બનાવાની રીત
સૌ પ્રથમ ગોંદ કતીરાને આખી રાત પાણીમાં પલાળીને રાખો, સવારે તેનો ઉપયોગ કરી શકો છો. તમે એજ રીતે ચિયા ચીડસને પણ રાત્રે પલાની રાખી શકો છો.
હવે તરબૂચને સમારીને રાખો, અને એમાં થોડો ધોઈને ફુદીનો નાખો, પછી તેને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો, હવે તેને તરબૂચના જ્યુસને ગાળીને રાખો, એમાં નાળિયેર પાણી ઉમેરો, ત્યારબાદ એમાં આખિર પલાળેલ ચિયા સીડ્સ ઉમેરો, અને ગોંડ કતીરા ઉમેરો.
સમર સ્પેશિયલ હેલ્ધી ગિલ્ટ ફ્રી કેસર પિસ્તા કુલ્ફી રેસીપી
બધું ઉમેર્યા પછી સારી મિક્ષ કરો, એમાં એક લીંબુનો રસ ઉમેરો, થોડું સંચળ ઉમેરીને આઇસક્યુબ ઉમેરીને બધું મિક્ષ કરો, હવે ત્યાર તરબૂચ ગોંદ કતીરા કુલરને ઠંડુ ઠંડુ સર્વ કરો.

